Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

આગામી ૪૮ કલાકમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

જીલ્લા વહીવટી તંત્રેને ભારે વરસાદના પગલે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે

આંધ્રપ્રદેશ, તા.૨પઃ રાજયમાં વરસાદી માહોલ છવાયો છે. રાજયના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે નોંધાયો છે. ઉમરગામમાં ગઇકાલે ૭ ઇંચ વરસાદ સાથે મેઘાએ તોફાની બેટિંગ કરી હતી.

વરસાદની રાહ જોઇને ચિંતાતૂર બનેલા ધરતીપૂત્રો વરસાદના આગમન સાથે ખુશખશાલ જોવા મળી રહ્યાં છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ અને સાકલોનીક સકર્યુલેશનના કારણે રાજયભરમાં મેઘરાજાનું આગમન થઇ ચૂકયું છે.

રાજયના હવામાન વિભાગે આગામી પાંચ દિવસોમાં મેદ્યમહેરની આગાહી કરી છે. ભારે વરસાદના પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચન આપવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રેને ભારે વરસાદના પગલે એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.

સુરત જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ઓલપાડ, માંગરોળ, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના પગલા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

રાજયમાં એનડીઆરએફની ટીમોને સર્તક રહેવા સુચના આપવામાં આવી છે. રાજયમાં ૧૦ એનડીઆરએફની ટીમ છે જેમાં વડોદરામાં ૪, સુરતમાં ૧, અમેરલીમાં ૧, ગાંધીનગરમાં ૩, હિંમતનગરમાં૧ એનડીઆરએફની ટીમ છે.

તાપી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી વાલોડ સહિતના વિસ્તારોમાં હળવાપવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં ૮ ઇંચ વરસાદ વરસ્યો છે, જયારે કપરાડામાં ૪ ઇંચ, પારડીમાં ૨ ઇંચ અને ધરમપુરમાં ૨ ઇંચ વરસાદ વરસ્યો છે. (૨૩.૨)

 

(11:46 am IST)