Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

આવી જશે મારૂતિની ૭ સીટર વેગનઆર : ઇન્‍ટીરીયર છે જબરદસ્‍ત

નવી દિલ્‍હી તા. ૨૫ : મારૂતિ સુઝુકીની મનપસંદ કાર વેગનઆર (WagonR)નું નવું મોડલ ભારતમાં આવવાનું છે. નવી વેગનઆર જૂના મોડલ કરતાં બિલકુલ અલગ હશે, તેમાં પહેલાથી વધારે સ્‍પેસ હશે. કારનો લુક પહેલા જેવો જ હશે, પરંતુ હવે તે પહેલાથી વધારે સ્‍પેસ અને દમદાર એન્‍જિન સાથે તૈયાર કરવામાં આવી છે. આશા છે કે ૭ સીટર વેગન આર આ વર્ષે ફેસ્‍ટિવ સીઝનમાં લોન્‍ચ થઈ શકે છે. હાલની વેગન આરમાં માત્ર ૫ લોકોને બેસવાની સુવિધા છે.

સુઝુકી સોલિયોનું હાલની જનરેશનનું મોડલ ૨૦૧૦માં લોન્‍ચ કરાયું હતું અને ૨૦૧૫માં તેનું ફેસલિફટ મોડલ આવ્‍યું. ભારતમાં આ બંને મોડલને ટેસ્‍ટ કરવામાં આવી રહ્યા છે. આમાં ૧.૨ લીટર, ૪ સિલિંડર પેટ્રોલ એન્‍જિન છે જો ૯૧ PS પાવર અને ૧૧૮ ન્‍યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે.

સુઝુકી ઈન્‍ટરનેશનલ માર્કેટમાં આ મોડલનું માઈલ્‍ડ હાઈબ્રિડ વેરિયંટ પણ વેચે છે, જેમાં ઈલેક્‍ટ્રિક મોડલ છે. આ સાથે ફૂલ હાઈબ્રિડ વેરિયંટ પણ વેચાય છે. Suzuki Soliં અને Solio માઈલ્‍ડ હાઈબ્રિડ મોડલ્‍સમાં સીવીટી છે. Suzuki Solio હાઈબ્રિડમાં ૫ સ્‍પીડ મેન્‍યુઅલ ટ્રાંસમિશન સિસ્‍ટમ છે.

Suzuki Solioમાં હાઈટેક્‍ટ પ્‍લેટફોર્મ છે જે મારુતિ સુઝુકી સ્‍વિફટના લેટેસ્‍ટ વર્ઝનમાં આપવામાં આવ્‍યું છે. જો કે મારૂતિ વેગનઆરના ૭ સીટર મોડલમાં હાઈટેક પ્‍લેટફોર્મ નહીં આપી શકાય કારણકે તેની કિંમત વધી જશે.

વધારે GSTથી બચવા માટે આ કારને ૪ ઈંચની અંદર જ રાખી શકાય છે. સપ્‍ટેમ્‍બરમાં આ કારનું પ્રોડક્‍શન શરૂ થશે અને નવેમ્‍બર ૨૦૧૮માં લોન્‍ચ થવાની સંભાવના છે.

(11:42 am IST)