Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

હિન્‍દુ મુસ્‍લીમ દંપતીના પાસપોર્ટ વિવાદમાં નવો વળાંક: અનસની પત્ની તન્વીના પાસપોર્ટની થશે LIU તપાસ

નવી દિલ્હી : હિન્દુ - મુસ્લિમ દંપતી મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેની પત્ની તન્વી શેઠના પાસપોર્ટ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. લખનઉ પોલીસે તન્વી શેઠના પાસપોર્ટની તપાસ એલઆઇયુ તપાસ કરવાનો સૂચન કર્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તન્વી શેઠના નામ અને સ્થાયી એડ્રેસની તપાસ થશે. પાસપોર્ટ વિવાદમાં જોર પકડ્યા બાદ ભલે તન્વી શેઠને પાસપોર્ટ આપવામાં આવ્યો હોય પરંતુ એલઆઇયુ તપાસમાં કંઇ વાંધા જનક મળશે તો પાસપોર્ટ જપ્ત થઇ શકે છએ.

ઉલ્લેખનીય છેકે, પાસપોર્ટ અધઇકારી વિકાસ મિશ્રા ઉપર અરજદાર તન્વી ગેરવર્તણુકનો આરોપ લગાવ્યો છે. તન્વી શેઠ પ્રમાણે બુધવારે જ્યારે તે પોતાની અરજી લઇને વિકાસ મિશ્રા પાસે ગઇ હતી ત્યારે તેમણે મુસ્લિમ સાથે લગ્ન કરવાના લઇને વ્યક્તિગત ટિપ્પણી કરી હતી. તન્વી શેઠનો આરોપ છે કે, જ્યારે તેણે તેમનો વિરોધ કર્યો ત્યારે વિકાસ મિશ્રાએ તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.

તન્વી શેઠે આ સમગ્ર કેસની ફરિયાદ ટ્વિટ દ્વાર વિદેશ મંત્રાલયને કરી હતી. ઘટનાની જાણકારી મળતા જ વિદેશ મંત્રાલયએ તરત કાર્યવાહી કરી લખનઉ કાર્યાલય પાસે રિપોર્ટ માંગો હતો. ત્યારબાદ વિકાસ મિશ્રાની ગોરખપુર બદલી કરાઇ હતી. ત્યારબાદ તન્વી શેઠ અને અનસ સિદ્દીકીનો પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યો છે.

વિસ્કાસ મિશ્રાએ ગુરુવારે મીડિયા સામે તન્વી શેઠ દ્વારા લગાવેલા આરોપોનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તન્વી શેઠ ખોટી રીતે પોતાના પતિનું નામ પાસપોર્ટમાં સમાવવા માંગતી હતી. તેમણે પોતાનું નામ સાદિયા અનસ લખ્યું હતું. આ જાણકારી તેમણે અરજીમાં નથી આપ્યું. જેને લઇને તેમણે વાંધા ઉઠાવ્યો હતો. આમ વિકાસ મિશ્રાનો પક્ષ સામે આવ્યા પછી સોશિયલ મીડિયા ઉપર મોટી સંખ્યામાં તેમના પક્ષામાં ઊભા રહ્યા હતા. આ મુદ્દે પ્રખ્યાત લોક ગાયિકા માલિની અવસ્થી પણ તેમના પક્ષમાં ઊભી રહી હતી.

(12:00 am IST)