Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ડો. પ્રવિણ તોગડિયા નવા જોમ સાથે મેદાને જંગમાં : VHPના બદલે AHP સંગઠન બનાવ્‍યું : મંગળવારે અયોધ્‍યા રામલલ્‍લાના દર્શન કરી ભાજપ સામે અેક જન સભાને સંબોધન કરી નવા સંગઠનની કામગીરી આરંભશે

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ Pravin Togadiya VHP ના જવાબમાં બનાવ્યું AHP ના નવા સંગઠનની રચના કરી છે. ફાયર બ્રાંડ નેતા પ્રવિણ તોગડિયાએ નવા સંગઠનની જાહેરાત સમયે કહ્યું હતું કે નવી ટીમ બની છે તે તેમનું કામ કરશે. ટીમ બદલી છે પરંતુ તેવર બદલ્યા નથી. રીપોર્ટસ અનુસાર પ્રવિણ તોગડિયા મંગળવારે ૨૬ જુનના રોજ અયોધ્યા જશે અને રામલલ્લાના દર્શન કરશે. ઉપરાંત ભાજપ વિરુદ્ધ એક જનસભાને પણ સંબોધિત કરશે.

દરમ્યાન પ્રવિણ તોગડિયાએ એલાન કર્યું છે કે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ સંગઠન, દેશ- વિદેશના તમામ જાતી, વ્યવસાય, ભાષા, રાજય, પંથ, લિંગ અને હિંદુઓના સામાજિક , ધાર્મિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજનીતિક અધિકારો માટે કામ કરશે. એએચપી સાથે રાષ્ટ્રીય કિસાન પરિષદ, રાષ્ટ્રીય મજદુર પરિષદ ( ૪૦ વર્ષના ઉપર માટે ) ઓજ્સ્વીની( યુવતી માટે) અને રાષ્ટ્રીય વિધાર્થી પરિષદ ( છાત્ર , અધ્યાપક અને અભિભાવકો માટે) અન્ય સંગઠન પણ જાહેર કરવામાં આવ્યા છે. આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદમાં દેશભરના ૫૦૦ થી વધુ જીલ્લા હશે.

તેમણે જણાવ્યું કે ઉપરાંત પહેલેથી ચાલતી હિંદુ હેલ્પલાઈન, ઇન્ડિયા હેલ્થ દર્શન, એક મુઠ્ઠી અનાજ, હિંદુ એડવોકેટ ફોરમ અને યુથ સોશિયો ઇકોનોમિક ડેવલોપમેન્ટ ફોરમ જેવા કર્યો ચાલુ રહેશે.

પ્રવિણ તોગડિયાએ ૨૭ મે ના રોજ પોતાનું સંગઠન બનાવવાની વાત કહી હતી. દરમ્યાન પ્રવિણ તોગડિયાએ પીએમ મોદીની આલોચના કરી હતી. તેમજ કહ્યું હતું કે સરકાર લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડી છે. તેમણે મોદીના સરકારના પરફોર્મન્સને માઈનસ ૨૫ ટકા રેટિંગ આપતા કહ્યું હતું કે પીએમ મોદીની વિદેશ નીતિ અત્યંત દયનીય છે.

(12:00 am IST)