Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રેશનકાર્ડ બનાવવા માટે સરકારી ઓફિસોના ચક્કર લગાવવાનું ટેન્‍શન ખત્‍મ : આ રીતે ઓનલાઇન અરજી કરો

ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોને જ રાશન કાર્ડ આપવામાં આવે છે

નવી દિલ્‍હી તા. ૨૫ : ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સેવાઓનો લાભ લેવા માટે, ભારતીય નાગરિકો પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે, રાશન કાર્ડની મદદથી ઓછા ભાવે ચોખા, ઘઉં વગેરે ઉપલબ્‍ધ છે. પરંતુ જો રેશનકાર્ડ ન હોય તો આ સેવાઓ મેળવી શકાતી નથી અને પછી જો રેશનકાર્ડ બનાવવું હોય તો સરકારી કચેરીઓના ચક્કર મારવા પડે છે. પરંતુ હવે વધુ નહીં, આજે આ લેખમાં અમે તમને તે વિશે માહિતી આપીશું કે તમે ઘરે બેસીને રેશનકાર્ડ માટે કેવી રીતે અરજી કરી શકશો તેમજ તમને કયા દસ્‍તાવેજોની જરૂર પડી શકે છે.

રેશન કાર્ડ માટેના દસ્‍તાવેજો

- પરિવારના સભ્‍યોનો પાસપોર્ટ સાઇઝનો ફોટો

- આધાર કાર્ડ  - વીજળી બિલ   - આવક પ્રમાણપત્ર

- તમારી પાસબુકના પહેલા પૃષ્ઠની નકલ  - ગેસ કનેક્‍શન વિગતો

રેશન કાર્ડ ઓનલાઈન અરજી કરો : કેવી રીતે અરજી કરવી

ગુજરાતમાં રહેતા નાગરિકોએ આ રીતે અરજી કરવી જોઈએ

૧) જો તમે ગુજરાતના રહેવાસી છો તો https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx પર જાઓ.

૨) તે પછી અરજી કરવા માટે પોર્ટલ પર લોગિન કરો.

૩) પછી NFSA ૨૦૧૩ હેઠળ ખાદ્ય સુરક્ષા માટેના એપ્‍લિકેશન ફોર્મ પર ક્‍લિક કરો.

૪) આ પછી અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી ભરો અને તમામ દસ્‍તાવેજો અપલોડ કરો.

અથવા તો આ રીતે પણ એપ્‍લાય કરી શકો છો

રેશન કાર્ડ માટે અરજી કરવા માટે, તમારે પહેલા તમારા રાજય અથવા કેન્‍દ્રશાસિત પ્રદેશના ફૂડ પોર્ટલની મુલાકાત લેવી પડશે. જો તારે જોઈતું હોઈ તો

તમે https://ejawaab.aahaar.nic.in/portal/State_Food_ Portals પર જઈને તમારા રાજય અને કેન્‍દ્રશાસિત પ્રદેશની સૂચિ જોઈ શકો છો. આ પછી, તમારા રાજય પર ક્‍લિક કર્યા પછી, એક નવું પૃષ્ઠ ખુલશે, જેમાં તમને ખાદ્ય સુરક્ષા વિભાગ દેખાશે.

આમાં તમે અરજી ફોર્મ પર ક્‍લિક કરો. આ પછી, તમારી પાસે વ્‍યક્‍તિગત વિગતો અને જરૂરી દસ્‍તાવેજો પૂછવામાં આવશે, જે આધાર કાર્ડ, મતદાર આઈડી, આરોગ્‍ય કાર્ડ, કોઈપણ સરકારી ઓળખ કાર્ડ અને અન્‍ય કાર્ડ હશે. ત્‍યાર બાદ Apply online બટન પર ક્‍લિક કરો. વેરિફિકેશન વગેરે પછી ૧૫ દિવસની અંદર રેશન કાર્ડ મળી જાય છે.

રેશન કાર્ડ કોને મળે છે?

નેશનલ ફૂડ સિક્‍યોરિટી એક્‍ટ (NFSA) હેઠળ, રેશન કાર્ડ ફક્‍ત તે વ્‍યક્‍તિ જ બનાવી શકે છે જે ભારતનો નાગરિક છે અને તેની પાસે આ કાર્ડ પહેલેથી નથી. રેશન કાર્ડ મેળવવા માટે, તમારી ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જોઈએ. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોના નામ તેમના માતા-પિતાના રેશન કાર્ડમાં સામેલ છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે પરિવારમાં એક જ રેશનકાર્ડ હશે, જે તેના વડાના નામે હશે. જે પરિવારની આવક એક વર્ષમાં ૨૭૦૦૦ રૂપિયાથી ઓછી છે તે રેશન કાર્ડ માટે અરજી કરી શકે છે.

(4:02 pm IST)