Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

આંધ્ર પ્રદેમાં જિલ્લાનું નામ બદલવા મમલે હિંસા ભડકી : પથ્થરમારો : ૧૦ પોલીસકર્મીઓ ઘાયલ

લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા : ૧૦ વાહનોને આગ ચાંપી : ભારે અજંપાભરી સ્થિતિ

અમલાપુર : આંધ્ર પ્રદેશના અમલાપુરમાં કોનસીમા જિલ્લાનું નામ બદલવાથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. મંગળવારે અમલાપુર ક્લોક ટાવર સેંટરમાં હિંસાની ઘટના સામે આવી હતી. જિલ્લાનું નામ નહીં બદલવાની માગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને ૧૦ વાહનોને આગ લગાવી દીધી હતી. પોલીસ પર પથ્થરમારામાં ૨૦ પોલીસકર્મી ઘવાયા હતા.

આંધ્ર પ્રદેશના કોનસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કરવાનું સરકારે નક્કી કર્યું હતું.  જેને પગલે કેટલાક લોકો ભડકી ગયા હતા અને નામ બદલવાના નિર્ણયને પરત લેવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. જેને પગલે સમગ્ર જિલ્લામાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી. હિંસાને અટકાવવા માટે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.

પોલીસ જ્યારે હિંસાખોરોને રોકી રહી હતી ત્યારે તેમના પર પણ પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો, જેમાં

(12:40 pm IST)