Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

હાઈડ્રોક્સીક્લૉરોક્વિન દવાની અસરકારતા સામે ઉઠ્યા સવાલ : મૃત્યુનું જોખમ ઊભું થવાનો દાવો :WHOએ ટ્રાયલ અટકાવી

મૃત્યુ અને હ્રદય રોગની સમસ્યાઓ વચ્ચે સંબંધ જોવા મળ્યો: મૃત્યુનું જોખમ તેમજ કાર્ડિયાક સમસ્યાઓમાં વધારો થઇ શકે

 

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે હાઈડ્રોક્સીક્લૉરોક્વિન દવાની ઉપયોગીતા સામે સવાલ થયા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએકહ્યું હતું કે તેઓએ સાવચેતીરૂપે કોરોના વાયરસની સારવાર માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનના ક્લિનિકલ ટ્રાયલ અસ્થાયીરૂપે બંધ કરી દીધા છે. ગયા અઠવાડિયે લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસના અહેવાલ બાદ સંગઠને નિર્ણય લીધો છે.

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ડ્રગના ઉપયોગથી કોરોના દર્દીઓના મોતની શક્યતા ઘટવાના બદલે વધી જાય છે. ડબ્લ્યુએચઓ વડાએ માહિતી વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.

ક્લોરોક્વિન અથવા હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ અને હોસ્પિટલમાં દાખલ કોવિડ 19ના દર્દીઓમાં વધતા મૃત્યુ અને હ્રદય રોગની સમસ્યાઓ વચ્ચે સંબંધ જોવા મળ્યો હતો. કોવિડ 19 દર્દીઓને સારવારમાં દવાના ઉપયોગથી નુકસાન થઇ રહ્યું છે તેવું અધ્યયનમાં બહાર આવ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે દવાનું સેવન કરવાની હિમાયત કરતા આવ્યા છે. ભારત સરકારે પણ ફ્રન્ટ લાઈન વોરિયર્સને દવા આપવાનું સૂચન કરેલું છે. એવામાં WHOના નિર્ણયથી હાઇડ્રોક્સીક્લોરોક્વિનની અસરકારકતા અને જોખમો સામે સવાલ ઉભા થયા છે

 જે લેસેન્ટ અધ્યયનમાં કોવિડ 19ના લગભગ 15000 દર્દીઓના ડેટા પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. હાઇડ્રોક્સિક્લોરોક્વિન મેલેરિયા માટેની જૂની અને સસ્તી દવા છે અને તે કોવિડ 19 ની સારવાર માટે અસરકારક સારવાર માનવામાં આવે છે. અગાઉ, એવા ઘણા અહેવાલો આવ્યા છે કે જેમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કોવિડ 19 ના દર્દીઓ પર કોઈ અસર કરતી નથી

 બોસ્ટનના અધ્યયનના મુખ્ય લેખક અને બ્રિગામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ સેન્ટર ફોર એડવાન્સ હાર્ટ ડિસીઝિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર મનદીપ આર મેહરાએ જણાવ્યું હતું કે પ્રથમ મોટા પાયે અભ્યાસ છે જે કોવિડ 19ના દર્દીઓને ક્લોરોક્વિન અથવા હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કરવાનું સાબિત કરે છે. અમારા તારણો સૂચવે છે કે દવા લેવાથી  મૃત્યુનું જોખમ તેમજ કાર્ડિયાક સમસ્યાઓમાં વધારો થઇ શકે છે.

   USAના એક અહેવાલ અનુસાર USAમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કરવાથી કોઈ ફાયદો થઈ રહ્યો નથી અને મેલેરિયા વિરોધી દવા આપવામાં આવેલા મોટી સંખ્યામાં દર્દીઓનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.  .

(11:41 pm IST)
  • અમદાવાદ ભાજપના નેતા જયંતિભાઈ પરમારને કોરોના પોઝીટીવ : દાણીલીમડામાં રહેતા જયંતીભાઈ પરમાર અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના હતા ચેરમેન: સેવાકીય પ્રવૃતિ દરમિયાન લાગ્યો ચેપ access_time 10:12 pm IST

  • ભારતમાં વિકરાળ બનતો કોરોના : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 6405 કેસ વધ્યા : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1,44,941 કેસ નોંધાયા : 80,052 એક્ટિવ કેસ :60,706 દર્દીઓ રિકવર થયા : વધુ 148 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4172 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2436 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 52,667 થઇ : તામિલનાડુમાં નવા 805 કેસ :દિલ્હીમાં 635 નવા કેસ નોંધાયા access_time 1:05 am IST

  • 28 મે ના રોજ મોદી સરકાર વિરુધ્ધ દેશભરમાં ઓનલાઇન ઝુંબેશ : કોંગ્રેસ પાર્ટીનું એલાન : ઈન્ક્મટેક્સને પાત્ર ન હોય તેવા તમામ પરિવારોના ખાતામાં 10 હજાર રૂપિયા જમા આપો : આ અગાઉ ગરીબોના ખાતામાં 7500 રૂપિયા જમા આપવાની માંગણી કરી હતી : 20 લાખ કરોડ રૂપિયાના પેકેજને જનતા સાથેની ક્રૂર મજાક સમાન ગણાવ્યું access_time 7:36 pm IST