Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

CBSEએ પરીક્ષા યોજવા 'સોશિયલ ડિસ્ટન્સિંગ' માટે વધારાના 12,000 પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરી

બોર્ડે અગાઉ 3,000 જેટલા પરીક્ષા કેન્દ્રો યોજયા હતા, જે હવે વધારીને 15,000 કરવામાં આવ્યા

નવી દિલ્હી :સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ જુલાઈમાં યોજાનારી બાકી રહેલી બોર્ડની પરીક્ષાઓ યોજવા માટે વધારાના 12,000 કેન્દ્રોની વ્યવસ્થા કરી છે.માનવ સંસાધન વિકાસ પ્રધાન (એચઆરડી) પ્રધાન રમેશ પોખરીયલ 'નિશાંક'એ પોતાના ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી કે બોર્ડે અગાઉ 3,000 જેટલા પરીક્ષા કેન્દ્રો યોજયા હતા, જે હવે વધારીને 15,000 કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ કહ્યુ કે, તઓ ધોરણ 12 માટે, સીબીએસઇ વ્યાપાર અભ્યાસ, ભૂગોળ, હિન્દી, હિન્દી (વૈકલ્પિક), ગૃહ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર વિજ્ઞાન (જૂનું), કમ્પ્યુટર વિજ્ઞાન (નવું), માહિતી પ્રેક્ટિસ (જૂનું), માહિતી પ્રેક્ટિસ (નવી), ઇન્ફર્મેશન ટેકનોલોજી અને બાયો-ટેકનોલોજીની પરીક્ષોઓ યોજી રહ્યુ છે.પરીક્ષા દરમિયાન સામાજિક અંતરની ખાતરી કરવા માટે વિદ્યાર્થીઓને એક બીજાથી દૂર બેસવાડવા માટે આ નવા કોન્દ્રો બનાવવાનાં આવ્યા છે.માસ્ક પહેરીને, હેન્ડ સેનિટાઇસર્સ સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે. માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોએ પરીક્ષા હોલમાં પ્રવેશતા પહેલા થર્મલ ચેક-અપ કરાવવું પડશે.

           માનવ સંસાધન વિકાસ પ્રધાન (એચઆરડી) પ્રધાનમંત્રીએ અગાઉ જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓ સામાજિક અંતરની માર્ગદર્શિકા જાળવી રાખતા તેમની નોંધાયેલ શાળાઓમાં પરીક્ષા આપી શકે છે.ગૃહ મંત્રાલયે (એમએચએ) તેના તાજેતરના જાહેરનામામાં બોર્ડને કહ્યું છે કે કોઈ પણ રાજ્યના કન્ટેન્ટ ઝોનમાં પરીક્ષા કેન્દ્રો ન આવે તે સુનિશ્ચિત કરવું. આ વધારાના પરીક્ષા કેન્દ્રો સુનિશ્ચિત કરવા માટે આ પગલું પૂછ્યું. આગળ, રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને વિદ્યાર્થીઓને તેમના ઘરો અને પરીક્ષા કેન્દ્રો પર જવા માટે ખાસ બસોની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.

(10:38 pm IST)