Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

હિમાચલ સરકારનો મોટો નિર્ણય: 30 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું: કોરોનાના વધતા કેસને પગલે લેવાયો નિર્ણંય

સિમલા : હિમાચલ પ્રદેશ સરકારે મોટો નિર્ણંય કર્યો છે રાજ્યમાં 30 જૂન સુધી સમગ્ર હિમાચલ રાજ્યમાં લૉકડાઉન લંબાવવા નિર્ણંય કર્યો છે

 

          અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના હાલ 203 કેસ છે. તો 3 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સાથે જ 63 દર્દીઓ સારવારમાં સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. હાલ સમગ્ર રાજ્યમાં 137 કેસ એક્ટિવ છે

 

(7:23 pm IST)