Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોના વાયરસથી બચવા માટે હવે નોકરી કરવાના સમીકરણો બદલાઇ ગયાઃ વર્ક ફ્રોમવાળી નોકરીને પ્રથમ પસંદગી

નવી દિલ્હી : લોકડાઉન વચ્ચે હવે નોકરી કરવા માટે તમામ સમીકરણ બદલાઇ રહ્યા છે પહેલા લોકો માત્ર મોટી સેલેરી તરફ આકર્ષિત થતા હતા. હવે બધુજ બદલાઇ ગયું છે હવે મોટાભાગના લોકો કોરોના વાયરસથી બચવા માટે વર્કફ્રોમ હોમવાળી નોકરી શોધી રહ્યા છે. નોકરી કરતા લોકોના વિચારમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે.

ફેબ્રુઆરીથી મે, ર૦ર૦ દરમિયાન રિમોટ વર્ક માટે સર્ચમાં ૩૭૭ ટકાનો ઉછાળો આવ્યો છે. આ પ્રકારે રિમોટ વર્ક અને ઘરેથી કામ એટલે કે વર્કફ્રોમ હોમ માટે નોકરીઓમાં ૧૬૮ ટકાની વૃદ્ધી થઇ છે. ઇન્ડીડ કોવિડ-૧૯ થી ઘણા લોકોના કામ કરવાની રીતમાં ફેરફાર આવ્યો છે રિમોટ વર્કને લોકો ઘણુ પસંદ કરી રહ્યા છે. હજુ તેના વધવાની આશા છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગોને હવે ભવિષ્ય માટે આ પ્રકારના શ્રમબળ તૈયાર કરવા પર ધ્યાન આપવું પશે.

કોરોના વાયરસ મહામારીએ લોકોની કામ કરવાની રીતમાં મોટો ફેરફાર આવ્યો છે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરીથી મે મહિના દરમિયાન દેશમાં રિમોટ વર્ક (દુર રહી ઓફીસનુ કામ) વાળી નોકરીના સર્ચમાં ૩૭૭ ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, નોકરની શોધ કરતા લોકો હવ ેરીમોટથી કામ કરવાનું વધારે પસંદ કરે છે.જોબ સાઇટ ઇન્ડીડના રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે , સર્ચ દરમિયાન રિમોર્ટ, વર્ક ફ્રોમ હોમ અને આ પ્રકારના અન્ય શબ્દોનો ઉપયોગ વધારે થયો છે.

પૂર્વના અધ્યયનોમાં પણ આ તથ્ય સામે આવ્યા છે. કે નોકરીની શોધ કરતા ૮૩ ટકા લોકો રિમોટ વર્ક નીતીને મહત્વપૂર્ણ માન ેછે.એટલું જ નહીં પ૩ ટકા કર્મચારીઓનું કહેવું હતું કે, જો તેમને રિમોટથી કામ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવેેતો તે વેતનમાં ઘટાડો લેવા પણ તૈયાર છે.

(5:54 pm IST)