Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

શાઓમી દ્વારા ઇન્ટરફેસની સાથે સ્માર્ટ ટીવી લોન્ચ કર્યુઃ ૪૩ ઇંચની સ્ક્રીન, કિ. રૂ. ૧૧ હજારમાં ઉપલબ્ધ

નવી દિલ્હીઃ આ ખિસ્સા પર ભારે ન પડનાર Xiaomi Mi  TV E43K છે જેમાં ૧૦૮૦ પી ડીસ્પ્લે પેનલ છે. ચીનની બજારમાં તેની કિંમત RMB 1,099 (લગભગ ૧૧૦૦૦) રૂપીયા છે.

Xiaomi  એ પેચવાલ (Patchwall ) ઇન્ટરફેસની સાથે વધુ એક સ્માર્ટ ટીવી લોન્ચ કર્યુ છે. Xiaomi Mi  TV E43K ચીનમાં લોન્ચ થઇ ચુકયું છે. નામ અનુસાર તેમાં ૪૩ ઇંચની સ્ક્રીન છે. આ ટીવીમાં બેજેલલેસ ડિઝાઇન અને ફૂલ એચડી રિઝોલ્યુશન ખુબ ઓછી કિંમતે મળી રહયું છે.

Mi TV E43K માં કુલ HD(1,920X1080 પિકસલ)ની ડિસ્પ્લે પેનલ છે. આ TV GHZ રિફ્રેશ રેટ અને ૧૭૮ ડીગ્રી વ્યુઇંગ એંગલને સપોર્ટ કરે છે. આ TV1.4 GHZ  ની કલોક સ્પીડવાળા એક ડુઅલ કોર પ્રોસેસર અને Mali-450 MP2 જીપીયુથી ચાલે છે. શાઓમીએ જણાવ્યું કે MI TVમાં 1 GB RAM અને 8 GB RAMની સ્ટોરેજ મેમરી છે. આ ટીવીમાં ઓડીયો આઉટપુટ આપવા માટે બે ૮ વોટ સ્પીકર પણ છે.

Mi  TV E43K માં બે HDMI પોર્ટ છે. જેમાંથી એક પોર્ટ HDMI  ARC (HIGH DEFINITION AUDIO RETUR CHANNEL) સ્પોર્ટ આપે છે. આ ટીવીમાં એક એવી પોર્ટ, બે યુએસબી પોર્ટ અને એક Ethernet પોર્ટ પણ છે. આ બધા ફિચરની સાથે વાઇફાઇ કનેકટીવીટી અને ઇન્ફ્રારેડ ટેકનોલોજી આ ટીવીમાં ઉપલબ્ધ છે.ે

Xiaomi mi TV E43K બજેટ ફ્રેન્ડલી છે. જેમાં 1080p ની પેનલ છે ચીનમાં આ ટીવીને ખરીદવા માટે ગ્રાહક Xiaomiyoupin પર જઇ શકે છે. હજુ તેના વિશે જાણકારી નથી કે આ ટીવી અન્ય દેશોમાં કયારે ઉપલબ્ધ થશે.

(5:49 pm IST)