Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

એરપોર્ટ પર તમામ યાત્રીકોનું સ્ક્રીનીંગઃ એરહોસ્ટેસ પીપીઇ કીટમાં જોવા મળ્યા

નવી દિલ્હીઃ બે મહિના બાદ નેશનલ ફલાઇટસ આજથી શરૂ થઇ ગઇ છે. દિલ્હીના ઇન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે વ્હેલી સવારે ૪ વાગ્યેને ૪૫ મીનીટે  પુણે માટે સૌથી પહેલી ફલાઇટ રવાના થઇ હતી. રાજયોની ગાઇડલાઇન્સ પ્રમાણે તમામ યાત્રીઓનું એરપોર્ટ સ્ક્રીનીંગ કરાયુ હતુ. એરહોસ્ટેસ ફલાઇટમાં પીપીઇ કીટ પહેરીને જોવા મળ્યા હતા. યાત્રિકો પણ ફેસ શિલ્ડમાં જોવા મળ્યા હતા. મુંબઇ, ચેન્નઇ, લખનઉ સહિતના શહેરોના એરપોર્ટ ઉપર તમામ તકેદારીઓ સાથે ફલાઇટો શરૂ કરવામાં આવી હતી.

(4:01 pm IST)