Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

૧૦ દિવસ બાદ એર ઇન્ડિયામાં મિડલ સીટ માટે બુકિંગ થશે નહિ

સુપ્રિમની કેન્દ્રને ફટકાર : તમને ફકત એર ઇન્ડિયાની ચિંતા છે, અમને દેશની ચિંતા છે : મુંબઇ હાઇકોર્ટના આદેશ વિરૂધ્ધ કેન્દ્ર અને એર ઇન્ડિયાએ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી

નવી દિલ્હી તા. ૨૫ : આજથી શરૂ થયેલી એરલાઈન્સમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલનને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું છે કેઙ્ગએર ઈન્ડિયાઙ્ગઆવનારા ૧૦ દિવસો સુધી સંપૂર્ણઙ્ગફલાઈટ્સઙ્ગચલાવી શકશે કારણ કે તે માટેનું બુકિંગ પહેલાંથી થઈ ચૂકયું છે પણ હવેથી તે મિડલ સીટને લઈને બુકિંગ કરી શકશે નહીં.

આ સાથે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટને આંતરરાષ્ટ્રીય ફલાઇટમાં સામાજિક અંતરના પાલન માટે એક અલગઙ્ગઆદેશઙ્ગઆપવા જણાવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે બોમ્બે હાઈકોર્ટનાઙ્ગઆદેશઙ્ગસામે કેન્દ્ર અને એર ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે મધ્ય સીટ બુક ન કરવા આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે અમે સામાન્ય રીતે હાઈકોર્ટ દ્વારા પસાર કરેલા વચગાળાના આદેશમાં દખલ કરવા તૈયાર નથી, પરંતુ સોલિસિટર જનરલે વિદેશમાં ફસાયેલા ભારતીયો દ્વારા થતી મુશ્કેલી વિશે જણાવ્યું છે. તેઓને પ્રવાસ માટે માન્ય ટિકિટ આપવામાં આવી છે. હાઇકોર્ટના આદેશથી અનેક ચિંતાઓ અને મુશ્કેલીઓ ઊભી થઈ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક સાથે યાત્રા કરનારા પરિવારની યોજનાઓ વિખેરાઈ છે. જે પરિવારના લોકો પાસે મિડલ સીટ હતી તેમને ઉતારી દેવા જોઈએ અને સાથે પાછળ રાખવા જોઈએ. એર ઈન્ડિયાને ૧૦ દિવસ માટે સીટ બુકિંગની સાથે બિન અનુસૂચિત ફલાઈટ્સના સંચાલનને પરમિશન અપાશે.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે એર ઈન્ડિયાને આંતરરાષ્ટ્રિય ફલાઈટ્સમાં વચ્ચેની સીટો ખાલી રાખવાનોઙ્ગઆદેશઙ્ગઆપ્યો છે. આ સિવાય હાઈકોર્ટે એર ઈન્ડિયાના ડાયરેકટર ઓફ જનરલ સિવિલ એવિએશનના સોશ્યલ ડિસ્ટન્સિંગ સકર્યુલેશનનું પાલન કરવા માટે કહ્યું હતું. તેના માટે સીટ વચ્ચે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ પર ખાલી રાખવાની જરૂર છે.

(3:59 pm IST)
  • આગામી 48 કલાક સુધી રાજ્યમાં હિટવેવની શક્યતા: ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી.: સાબરકાંઠા , બનાસકાંઠા, સુરત , ભાવનગર, સુરેન્દ્રનગર , કચ્છ અને દિવમાં હિટવેવ વર્તાઈ શકે છે. access_time 10:31 pm IST

  • સીમા ઉપર ચીન માનવરહિત હેલીકોપ્ટર તૈનાત કરશેઃ ભારત ઉપર નજર રાખશે : ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદના તણાવ વચ્ચે ચીને પોતાનું પહેલુ માનવરહિત હેલીકોપ્ટર બનાવ્યું છે. જે ખાસ કરીને પઠારી વિસ્તારમાં જાસુસી કરશે. ચીની મિડીયાએ દાવો કર્યો છે કે આ અત્યાધુનિક માનવરહિત હેલીકોપ્ટરની તૈનાતીથી ભારત સાથેની સીમાએ થઇ શકે છે. જેથી ચીન સીમઓ ઉપર આકાશમાંથી બીજા કોઇને ખબર ન પડે તેમ નજર રાખી શકશે. access_time 2:53 pm IST

  • જામનગર જીલ્લામા વધુ બે કેસ કોરોના પોઝિટિવ નોંધાયા :કાલાવડ શહેરના શિતલા કોલોની વિસ્તારમાં રહેતા દંપતિનો રીપોર્ટ કોરોના પોઝીટીવ.:36 વર્ષીય મહિલા અને 38 વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જીજી હોસ્પીટલમાં દાખલ કરાયા : બન્ને વ્યક્તિ અમદાવાદથી જીલ્લામા આવ્યા હતા : જીલ્લામા કુલ 49 કોરોના કેસ નોંધાયા:જી.જી.હોસ્પિટલ કોરોનાના કુલ 14 દર્દીઓ સારવાર હેઠળ access_time 9:42 pm IST