Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અરેરાટી ઉપજે તેવી સ્ટોરી

સુરતથી પટણા પહોંચેલા શ્રમિક પરિવારે શૌચાલયનું પાણી પીને પોતાની તરસ બુઝાવી

ગજવામાં એક પણ પૈસો ન્હોતો : ટ્રેનમાં ન મળ્યું ખાવાનું કે પીવાનું

પટણા તા. ૨૫ : કોઇ મા-બાપ નથી ઇચ્છુ કે તેના જીવતા બાળકોને કોઇ તકલીફ થાય, પરંતુ જ્યારે વાત જીવની આવે છે ત્યારે આંખ બંધ કરીને ન કરવાનું કામ કરવું પડે છે. બાળકોનો જીવ બચાવવા માટે સુપૌલના એક માં-બાપને જે કરવું પડયું છે તે જાણીને દરેક હેરાન છે. તડપી રહેલા બાળકોને મા-બાપે શૌચાલયનું ગંદુ પાણી પીવડાવ્યું. તેઓ સુરતથી પટણા સુધી શૌચાલયનું પાણી પીવડાવીને પટના આવ્યા. ખીચ્ચામાં એક પણ રૂપિયો નહોતો તેથી પાણીની બોટલ ખરીદી શકયા નહીં. પટણામાં બે પોલીસના જવાનોને આપવીતી સંભળાવી તો હૃદય દ્રવી ઉઠયું. તેઓએ દાનાપુર સ્ટેશન પર ફકત ખાવાનું જ નહી પરંતુ રોકડ પણ આપી.

સુપૌલમાં રહેનાર મોહમ્મદ સલાઉદ્દીન સુરતમાં સાડીની ફેકટરીમાં કામ કરે છે તેઓ પરિવારની સાથે ત્યાં જ રહે છે. લોકડાઉન દરમિયાન પૈસા ખર્ચાય ગયા અને ખાવાનું ધાન પણ નહોતું. વધુમાં ઉમેર્યું કે બાળકોની દર્દભરી ચીખ સાંભળીને શૌચાલયનું પાણી પીવડાવું ખૂબ જ અઘરૃં હતું.

(3:57 pm IST)