Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જમ્મુ-કાશ્મીરમાં કોડેડ રીંગ સાથેનું કબુતર પાકિસ્તાનથી ઘુસ્યું

જમ્મુઃ રવિવારે મોડી સાંજે જમ્મુના અઠુઆ જીલ્લામાં ભારત-પાકિસ્તાન સીમાએ એક કબુતર ઉડીને ભારતની સીમામાં આવી ગયું હતુ઼ તેના ઉપર એક કોેડેડ રીંગ પણ લાગેલી છે. હાલ આ કબુતરને પોલીસ સ્ટેશનમાં રખાયું છે. પોલીસના જણાવ્યા મુજબ તેની પાંખો ઉપર લાલ રંગ લગાડવાની સાથે એક કોેડેડ રીંગ પણ છે. આ અંગેની માહીતી સુરક્ષા એજન્સીઓને આપવામાં આવી છે. અલગ-અલગ એજન્સીઓ કોડેડ રીંગની તપાસમાં લાગી ગઇ છે.

(3:50 pm IST)