Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પહેલા પાને કોરોનાથી મરનાર ૧ લાખ અમેરિકનોના છાપ્યા નામ

ન્યુયોર્ક ટાઇમ્સ અખબારે આપી અનોખી શ્રદ્ધાંજલીઃ ના કોઇ સમાચાર કે ના તો કોઇ ફોટા કે જાહેરાત

ન્યુયોર્ક તા.રપ : આખી દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવતા લગભગ ૩.૪૦ લાખ લોકોનો ભોગ લીધો છે. ત્યાર અમેરિકાના મુખ્ય અખબારોમાંના એક ન્યુયોર્ક ટાઇમ્સે રવિવારે એક અનોખી રીતે કોરોના વાયરસની ગંભીરતાને દર્શાવતા શ્રદ્ધાંજલી આપી છે. ન્યુયોર્ક ટાઇમ્સે પોતાના અખબારનું પહેલ પાનું સંપૂર્ણપણે કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર અમેરિકનોને સમર્પિત કરી દીધું છે.

આ અખબારના પહેલા પાને એટલે કે ફ્રન્ટ પેજ પર ફકત અને ફકત કોરોનામાં જીવ ગુમાવનાર લગભગ એક લાખ લોકોના નામ હતા પહેલા પાને ન  તો કોઇ સમાચાર હતા કે ન તો કોઇ જાહેરાત ફ્રન્ટ પેજ પર કોવિદ-૧૯ થી જીવ ગુમાવનારા લોકોના નામનુ આખું લીસ્ટ હતું. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોનાથી મરનારા લોકોનો આંકડો લગભગ ૧ લાખને પહોંચી ગયો છે. અને ૧૬ લાખ પોઝીટીવ કેસ જાહેર થયા છે.

ન્યુયોર્ક ટાઇમ્સે પહેલા પાને ફકત એક હેડીંગ અને વિવરણ આપ્યું છે. ''યુએસડેથ નીયર ૧,૦૦,૦૦૦, એન ઇન્કેલ્યુલેબલ લોસ'' એટલે કે અમેરીકામાં ૧ લાખ મોત ન ગણી શકાય એવું નુકશાન વિવરણ તરીકે એજ પાના પર ડાબી બાજુ લખ્યું હતું કેઆ ફકત નામ નથી, અને આપણે હતા.એસોસીએએટ પ્રેસ અનુસાર, ગ્રાફીકસ ડેસ્કના મદદનીશ સંપાદક સિમોન લેડને કહ્યું કે મરેલા લોકોના જીવનની વિશાળતા અને વિવિધતા વ્યકત કરવા અને તેઓ અમારા માટે કેટલા મહત્વના છે તે દર્શાવવાના પ્રયત્નમાં અમે સામાન્ય લખે, તસ્વીરો અને ગ્રાફીકસની જગ્યાએ તેમના નામોનું લીસ્ટ છાપ્યું છે.

(1:35 pm IST)