Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ચામાચીડીયાથી કોરોના વાયરસ ફેલાયાનો મેળ મળતો નથી!

ચામાચીડીયાથી નિકળેલા કોરોના વાયરસના ૩ સ્ટ્રેન (પ્રમાણ) મોજુદ છે પણ આનાથી મહામારી ફેલાયાનું પ્રસ્થાપીત કરી શકાતું નથી

બીજીંગ, તા., રપઃ ચીનના વુહાન સ્થિત વાયરલોજી ઇન્સ્ટીટયુટ કોરોના વાયરસને લઇને સતત ચર્ચામાં રહી છે. અમેરીકી રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ સહિત કેટલાય દેશોનો આરોપ છે કે વાયરસ આ લેબમાંથી જ આખી દુનિયામાં ફેલાયો છે. ઇન્સ્ટીટયુટના નિર્દેશક વાંગ યનઇએ વાતચીત દરમિયાન દાવો કર્યો કે, ચામાચીડીયાથી નિકળેલા કોરોના વાયરસના ૩ સ્ટ્રેન એટલે કે પ્રમાણ મોજુદ છે પરંતુ આનાથી મહામારી ફેલાવવા વાયરસનો સંબંધ પ્રસ્થાપીત કરી શકાતો નથી.

ચામાચીડીયામાંથી નિકળેલા વાયરસ ઉપર ર૦૦૪થી શોધ ચાલી રહી છે. વુહાન લેબના વાંગ યનઇનું કહેવું છે કે, દુનિયાના વૈજ્ઞાનિકોને લાગે છે કે કોવીડ-૧૯ વુહાનથી શરૂ થઇ આખી દુનિયામાં લગભગ ૩.૪૦ લાખથી વધુ લોકોના મોતનું કારણ બન્યો છે. અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે આ લેબોરેટરીમાંથી જ મહામારી ફેલાઇ છે પરંતુ તેમની આ વાત મનઘડત હોવાનું વાંગ યનઇનું કહેવું છે.

(1:34 pm IST)