Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મારૂ માથુ કાપી લોઃ લોકો સંયમ રાખેઃ મમતા

કોલકતામાં વિજળી-પાણી ઠપ્પઃ લોકોનું સરકાર વિરૂધ્ધ રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં અંફાન તોફાનથી તબાહીમાં અનેક લોકોના મોત થયા છે. જયારે અનેક મકાનો તબાહ થયા છે. લગભગ ૧ લાખ કરોડનું નુકશાન થયું છે.  મદદ માટે મમતા બેનર્જી સરકારે સેના મોકલી છે.

કોલકતામાં તોફાનના કારણે વિજળી-પાણી ઠપ્પ થઇ જતા લોકોમાં નારાજગી ફેલાઇ હતી અને મમતા સરકાર વિરૂધ્ધ રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરેલ. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતાએ પત્રકારના વિરોધ પ્રદર્શનના પ્રશ્ન અંગે પોતાનું માથુ કાપી લેવા જણાવેલ. ઉપરાંત મમતાએ લોકોને સંયમ રાખવા અપીલ કરેલ. (૪૦.૫)

(12:48 pm IST)