Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધવા એ દુષ્કર્મ નથી

ઓરિસ્સા હાઇકોર્ટના જસ્ટિસે દુષ્કર્મના આરોપીના જામીન મંજૂર કર્યા

કટક તા. રપ :.. ઓરિસ્સા હાઇકોર્ટ જસ્ટિસ પાણીગ્રહીએ એક નીચલી કોર્ટનો ગુરૂવાર આદેશ ફગાવી દીધો છે અને દુષ્કર્મના આરોપીની જામીન અરજી મંજૂરી કરતાં કહયું છે કે, લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા એ દુષ્કર્મ નથી.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત વર્ષ નવેમ્બર મહિનામાં ૧૯ વર્ષીય આદિવાસી મહિલાની ફરીયાદ પર દુષ્કર્મના આરોપમાં એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે રેકોર્ડ અનુસાર આ યુવક અને તેના ગામની જત યુવતિ વચ્ચે લગભગ ૪ વર્ષ શારીરિક સંબંધ રહયાં હતાં. અ દરમિયાન યુવતી બે વાર ગર્ભવતી બની હતી. બાદમાં મહિલાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી., જેમાં આરોપ લગાવ્યો હતો. કે યુવકે લગ્નનું વચન આપ્યું હતું અને પોતાની નિર્દોષતાનો ફાયદો ઉઠાવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતાં. આ ફરિયાદના અનુસંધાનમાં પોલીસેે યુવકની ધરપકડ કરી હતી. જે છેલ્લા ૬ મહિનાથી જેલમાં હતો. હાઇકોર્ટે ગુરૂવારે એ શરત પર યુવકની જામીન અરજી મંજૂરી કરી કે એ તપાસમાં સહયોગ કરશે અને કથિત પીડિતાને ધમકી આપશે નહીં. જસ્ટિસ પાણીગ્રહીએ પોતાના ૧ર પેજ આદશમાં દુષ્કર્મ કાનૂનો પર વિસ્તારથી ચર્ચા કરી અને કહયું કે વગર કોઇ આશ્વાસનથી સહમતીથી પણ સંબંધ બનાવવા સ્પષ્ટ રૂપથી આઇપીસીની કલમ ૩૭૬ (બળાત્કાર) હેઠળ ગુનો માની શકાય નહીં. આ સાથે જસ્ટિસે એ પણ સ્પષ્ટ કર્યુ કે દુષ્કર્મ કાનૂન સામાજિક રૂપથી વંચીત અને ગરીબ પીડિતોની દુર્દશા રોકવામાં નિષ્ફળ રહ્યો છે. જયાં કેટલાક પુરૂષો દ્વારા લગ્નના જૂઠા વચનો આપીને શારીરિક સંબંધો બનાવી લેવામાં આવે છે.

(11:40 am IST)