Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અત્યાર સુધીમાં ૬૭ લાખ પર્યટકોએ રદ કર્યો પ્રવાસ

આંતરરાષ્ટ્રીય પર્યટન ઉદ્યોગને ૧૯પ૦ પછી સૌથી વધુ નુકસાન

નવી દિલ્હી તા. રપ : દુનિયાભરમાં ફેલાયેલ કોરોના મહામારીથી આ વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રવાસનમાં ૮૦ ટકા ઘટાડો થયો છે. સંયુકત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠન (યુએનડબલ્યુટીઓ)એ પોતાના રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે. તેણે કહ્યું કે મહામારીના લીધી ર૦ર૦ માં પહેલા ત્રિમાસીકમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં રર ટકાનો ઘટાડો થયો છે. સંયુકત રાષ્ટ્રની આ ખાસ એજન્સી અનુસાર કોરાનાના કારણે વાર્ષિક પર્યટનમાં ર૦૧૯ ની સરખામણીમાં ૬૦ થી ૮૦ ટકાનો ઘટાડો થઇ શકે છે સંસ્થાએ કહ્યું કે તેના લીધે ૧૦ થી ૧ર કરોડ લોકોની રોજીરોટી જોખમમાં છે.

રિપોર્ટ અનુસાર, કોરોનાના કારણે પર્યટન ઉદ્યોગમાં સૌથી વધુ નુકસાન એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં થયું છે. ત્યાર પછી યુરોપને નુકસાન ગયું છે. આ વિસ્તારોમાં દર વર્ષે લગભગ ૩.૩ કરોડ લોકો ઉનાળામાં રજા માણવા આવે છે. કોરોના સંકટના કારણે આ વર્ષે આખો પર્યટન ઉદ્યોગ ઠપ પડેલો છે હવાઇ સેવાઓ બંધ હોવાથી પ્રવાસીઓનું આવવુ શકય નથી જણાવી દઇએ કે દેશમાંથી દર વર્ષે બે કરોડથી વધારે લોકો રજાઓ માણવા અને ફરવા વિદેશ જાય છે. ૧૦ વર્ષમાં આ આંકડો ૩ ગણો વધ્યો છે.

ભારતના પર્યટન ઉદ્યોગને પણ બહુ ખરાબ અસર થઇ છે. લોકડાઉન લાંબુ ચાલવાથી આ ક્ષેત્રમાં કામ કરતા ૩.૮ કરોડ લોકો સામે રોજગારીનું સંકટ છે. યુએનડબલ્યુટીઓ અનુસાર, આ વર્ષે આંતારરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં મોટો સુધારો થવાની આશા ઓછી છે આવતા વર્ષે સુધારો જોવા મળી શકે છે. પાછલા રેકોર્ડ જોતા આંતરરાષ્ટ્રીય પ્રવાસની સરખામણીમાં સગાઓ, મિત્ર અથવા કામ અંગે જનારાઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે. આંતરરાષ્ટ્રીય યાત્રાનો સૌથી વધારે ફાયદો આફ્રિકાને મળી શકે છે.

(11:36 am IST)