Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો ધડાકો

ચીને દુનિયામાં છોડયો કોરોના વાયરસ

બીજિંગએ તેને છુપાવવાનો પ્રયત્ન મોટા સ્તર પર કર્યો છે

વોશિંગ્ટન, તા.૨૫: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) રોબર્ટ ઓ બ્રાયને રવિવારે કહ્યું કે ચીને વિશ્વભરમાં ઘાતક કોરોના વાયરસ છોડયો છે અને બીજિંગએ તેને છુપાવવાનો પ્રયત્ન મોટા સ્તર પર કર્યો છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ વારંવાર સંદેહ વ્યકત કર્યો છે કે વુહાનમાં પહેલીવાર મળી આવેલ કોરોના વાયરસ ચીની કોઇ પ્રયોગશાળામાંથી નિકળ્યો હતો.

સીબીએસ ન્યૂઝના ટોકશો 'ફેસ ધ નેશન'માં ઓ બ્રાયને કહ્યું કે 'આ ચીન દ્વારા છોડવામાં આવ્યો હતો. તેને છુપાવવામાં આવ્યો હતો અને કોઇ દિવસ તેને એચબીઓ પર તે પ્રકારે બતાવવામાં આવશે ચેર્નોબિલ બતાવવામાં આવ્યો હતો.'

પૂછવામાં આવ્યું કે ચીનની સરકાર પર આરોપ લગાવી રહ્યા છે અથવા સ્થાનિક અધિકારીઓ પર તો ઓ બ્રાયનએ કહ્યું કે 'અમને ખબર નથી કારણ કે તેમણે તમામ પત્રકારોને બહાર કાઢી દીધા અને તે તપાસકર્તાઓને અંદર નહી આવવા દઇએ.

તેમણે કહ્યું કે 'તેનાથી ફરક પડતો નથી આ સ્થાનિક અધિકારીઓનું કામ હતું કે કોમ્યુનિસ્ટ પાર્ટીનું. તેને છુપાવવામાં આવ્યો છે અને અમે તેના મૂળ સુધી જઇશું.

(11:35 am IST)