Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

નેપાળને જ્ઞાન આવ્યું : કહ્યું- ભારત સાથે સારા-નજીકના સંબંધ છે : કાલાપાનીનો વિવાદ વાતચીતથી ઉકેલીશું

આ મુદ્દાના સમાધાનની એક માત્ર રીત સારી ભાવના સાથે વાતચીત કરવી છે

કાઠમાંડુઃ કાલાપાની અને લિપુલેખ જેવા ઊભા થયેલા સરહદ વિવાદની વચ્ચે નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીએ ભારતને એવો દેશ ગણાવ્યો છે જેની સાથે નિકટતમ સંબંધો છે. ગ્યાવલીએ કહ્યું કે નેપાળની સાથે વિશિષ્ટ અને નજીકના સંબંધો છે. લિપુલેખ પર વાતચીત કરવાથી અંતર રાખતા તેઓએ કહ્યું કે નેપાળ સરકારને વિશ્વાસ છે કે કાલાપાનીનો મુદ્દો વાતચીત દ્વારા ઉકેલાઈ જશે. વિદેશ મંત્રીના આ નિવેદનને નેપાળનું વલણ નરમ પડતું હોય તે રીતે જોવામાં આવી રહ્યું છે.

 


ગ્યાવલીએ અંગ્રેજી અખબાર 'રિપબ્લિકા'ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, અમે હંમેશા કહ્યું છે કે આ મુદ્દાના સમાધાનની એક માત્ર રીત સારી ભાવના સાથે વાતચીત કરવી છે. કોઈ આવેશમાં આવ્યા વગર કે બિનજરૂરી ઉત્સાહ અને પૂર્વાગ્રહની સાથે નેપાળ વાતચીચ દ્વારા સરહદ વિવાદને ઉકેલતા માંગે છે. અમને વિશ્વાસ છે કે આ મુદ્દો દ્વિપક્ષીય વાતચીત દ્વારા ઉકેલી શકાશે.
 તેઓએ જોકે લિંપિયાધુરા, લિપુલેખનો ઉલ્લેખ ન કર્યો જેના વિશે નેપાળ પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે. નોંધનીય છે કે, બંને દેશોની વચ્ચે સંબંધોમાં ત્યારે તણાવ આવી ગયો હતો જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે 8 મેના રોજ ઉત્તરાખંડમાં લિપુલેખને ધારચુલાથી જોડનારા રણનીતિક રીતે મહત્વપૂર્ણ 80 કિલોમીટર લાંબા રોડનું ઉદ્ઘાટન કર્યું હતું.

(11:34 am IST)