Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

બ્રિટનમાં ૩૦ સપ્ટેમ્બરને અમેરિકામાં કોરોના નવેમ્બર સુધીમાં સમાપ્ત થઇ જશે

કોરોના વાઇરસ સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના અનુમાન મુજબ

લંડન,તા.૨૫: ભયાનક કોરોના દુનિયામાંથી કયારે સમાપ્ત થશે તે કહેવું મુશ્કેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું હતું કે ૪ વર્ષ સુધી કોરોના સાથે જીવતા શીખવું પડશે અતે તેના જંતું માનવજીવન સાથે જોડાઈને રહેશે. હવે સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીએ અનુમાન લગાવ્યું છે કે બ્રિટનમાં કોરોના વાઇરસ ૩૦ સપ્ટેમ્બરમાં અને અમેરિકામાં નવેમ્બર સુધીમાં સમાપ્ત થઈ શકે છે.

લોકોના મનમાં કોરોના વાઇરસ વિશે ઘણા પ્રશ્નો છે. ખાસ કરીને લોકડાઉન હોવાને કારણે આ ચિંતા બધાને થઈ રહી છે કે તેઓ કયારે આવી પરિસ્થિતિમાંથી બહાર આવશે. વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાઇરસ કેટલો સમય જીવંત રહેશે. સિંગાપોરની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીની ઇનોવેશન લેબ અનુસાર ચેપ યુએસમાં ૧૧ નવેમ્બર સુધી હશે. ઇટલીમાં તે ૧૨ ઓગસ્ટે સમાપ્ત થશે. તે જ સમયે સિંગાપોર ૧૯ જુલાઈના રોજ કોરોના વાઇરસથી છુટકારો મેળવશે. આ બધી તારીખની ગણતરી હાલની પરિસ્થિતિઓ, ચેપ દર અને મૃત્યુના ડેટાના આધારે કરવામાં આવી છે.

અનુમાન એટલું પણ મહત્ત્વનું છે કારણ કે થોડા દિવસો પહેલાં નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે યુકેમાં જૂન સુધીમાં કોરોનાથી થતાં મૃત્યુ સમાપ્ત થઈ જશે. એસયુટીએ આ અનુમાન સાથે ચેતવણી પણ જારી કરી છે. આ મુજબ મોડેલો અને ડેટા એકદમ જટિલ છે અને જુદા જુદા દેશોની સ્થિતિને આધારે પણ બદલાતા રહે છે.

(10:25 am IST)