Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

થાઇલેન્ડના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતાઃઉંદર પર સફળ રહ્યું ટેસ્ટીંગ

બેંગ્કોક,તા.૨૫: કોરોના વાઇરસની મહામારી વચ્ચે તમામ દેશો કોરેનાની રસી શોધવા મથી રહ્યા છે. એવામાં થાઈલેન્ડે વેકિસનને લઈને આશા જગાડી છે. થાઈલેન્ડ હવે કોરોના વેકિસનના ટ્રાયલ માટે બીજા સ્ટેજ પર પહોંચી ગયું છે.

મળેલી માહિતી મુજબ થાઈલેન્ડના વૈજ્ઞાનિકોને કોસેના વેકિસનની પહેલા જ ટ્રાયલમાં સફળતા મળી છે અને ઉંદરો પર આ વેકિસનની અસર સારી જોવા મળી છે. હવે તેનું પછીનું ટ્રાયલ વાંદરા પર થશે. એટલું જ નહીં થાઈલેન્ડે તો જાહેર કર્યું છે કે ૬ કે ૭ મહિનામાં કોરોના વેકિસન બની જશે.

આ બાબતે થાઈલેન્ડના વડા પ્રધાને જણાવ્યું કે કોરોના વેકિસનને લઈને અમે એક પ્રોજેકટ તૈયાર કર્યો છે જેમાં અમે કોરેનાની દવાને રસી તરીકે વિકસાવવાનું વિચારીએ છીએ અને આ કાર્યક્રમમાં અમે દુનિયાભરના કર્મચારીઓને સાંકળવા ઇચ્છીએ છીએ.

(10:23 am IST)