Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મહારાષ્ટ્રમાં લોકડાઉન ફાઈવનો સંકેત

લોકડાઉન અચાનક ઉઠાવી લેવું પણ જોખમીઃ ઉદ્ઘવ ઠાકરે

મુંબઈ,તા.૨૫:મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ રાજયમાંથી ૩૧મી મે પછી લોકડાઉન સંપૂર્ણ રીતે ઉઠાવી લેવાની આશા પર ઠંડુું પાણી રેડી દેતાં રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન ધીરે ધીરે લાગુ કર્યું હતું અને ત્યાર બાદ કેન્દ્ર સરકારે લોકડાઉન લાગુ કર્યા બાદ તેને આગળ વધારવામાં આવ્યું હતું. જેવી રીતે અચાનક લોકડાઉન લાગુ કરવું ભૂલ હતી એવી જ રીતે લોકડાઉન અચાનક ખોલીને ભૂલ કરવાની સરકારની તૈયારી નથી. અત્યારે રાજયમાં લોકડાઉનની સ્થિતિમાંથી અલગ અલગ સ્થળે રાહતો આપવામાં આવી રહી છે અને ૩૧મી મે સુધી આ રાહતો આપવાનું ચાલુ રહેશે.

પરંતુ અચાનક લોકડાઉન ઉઠાવી લેવાની સ્થિતિ હજી સુધી યોગ્ય જણાતી નથી. અત્યારે રાજયમાં કોરોના વાઈરસના પ્રસારનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને કોવિડ-૧૯ના કેસની સંખ્યામાં ગુણાકાર થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ કફોડી થવાની શકયતા છે ત્યારે સાવચેતી રાખવી આવશ્યક છે.

(10:22 am IST)