Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

દેશમાં ૨૪ કલાકમાં ૬૯૭૭ નવા કેસ : ૧૫૪ના મોત : કુલ મૃત્યુઆંક થયો ૪૦૨૪:

ભારતમાં કુલ કેસ ૧,૩૮,૮૪૦ : વિશ્વમાં ૫૫,૦૦,૬૦૭ કેસ : ૩,૪૬,૭૨૧ના મોત

નવી દિલ્હી તા. ૨૫ : દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૬૯૭૭ નવા કેસ સામે આવ્યા છે અને ૧૫૪ લોકોના મોત થયા છે. આ સાથે દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧,૩૮,૮૪૦ થઇ ગઇ છે. જેમાં ૭૭૧૧૫ સક્રિય કેસ છે. ૫૭૬૯૨ લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં ૪૦૨૪ લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં ૫૦,૦૦૦થી વધુ કેસ થયા છે. જ્યારે દિલ્હીનો આંકડો ૧૪૦૦૦ થયો છે.

વિશ્વની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝીલમાં ૬૫૩ લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ૨૨૭૪૬ થયો છે. અમેરિકા પછી બ્રાઝીલ સૌથી વધુ અસરગ્રસ્ત છે.

(10:20 am IST)