Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉનમાં ઘરે બેઠા Enjoy કરો Free એપ્લિકેશન

 

. વિડિઓ કોન્ફરન્સિંગઃ

ઝૂમ એક વિડિઓ કોન્ફરન્સિંગ એપ્લિકેશન છે. તેનું મફત સંસ્કરણ ૪૦ મિનિટની સમય મર્યાદા સાથે આવે છે પરંતુ, શાળાઓ ૪૦ મિનિટમાં સમાપ્ત થતી નથી. તેને ધ્યાનમાં રાખીને, ઝુમ ભારત સહિત ઘણા દેશોમાં કિન્ડરગાર્ટન  થી લઈને ગ્રેડ ૧૨ના વિદ્યાર્થીઓને free વિડિઓ કોન્ફરન્સિંગ આપી રહી છે.

. ઈ-બુકસઃ

દિલ્હી સ્થિત પબ્લિશિંગ હાઉસ બુકસની પોતાની એપ્લિકેશન છે. જેમાં ફ્રિકશન અને નોન-ફ્રિકશન પુસ્તકો શામેલ છે. આ બધી બુકસ ભારતમાં મફત ઉપલબ્ધ છે. જો તમે ફકત કોરોના વાયરસને લીધે ઘરે બેઠા છો, તો આ એપ્લિકેશન તમને પુસ્તકોની દુનિયામાં લઈ જશે.

. મેડિટેશન એપઃ

આ એપ્લિકેશન વિશ્વની સૌથી પ્રખ્યાત મેડિટેશન એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં હેડસ્પેસ [Headspace] અને શાંત [calm] એ દરેક માટે તેમના આ ભાગ મફત બનાવ્યો છે. હવે તમે આ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને જીવનમાં શાંતિ લાવી શકો છો.

. સ્લીપિંગ એપઃ

સ્લીપિંગ એપ્લિકેશન, અગર તમે તમારા દેશમાં રહેતા હો ત્યારે પણ કોઈ અગલ ટાઈમ ફોલો કરી રહ્યા છો?  આ સ્થિતિમાં તમને સ્લીપિંગની સમસ્યા થઈ શકે છે. હવે સ્લીપ સાયકલ એપ્લિકેશનએ તેના સ્લીપ-સપોર્ટિંગ પ્રોગ્રામને વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવ્યો છે. આ એપ્લિકેશન તમારા મગજમાં શાંત રહેવાથી તમને સુવામાં મદદ કરે છે.

. એન્ટીવાયરસ એપઃ

આ એપ તેના મુખ્ય સોલ્યુશન માટે મફતમાં ૬ મહિનાનું લાઈસન્સ પ્રદાન કર્યું છે. જો કે, આ સુવિધા ફકત આરોગ્ય સંભાળ સંસ્થાઓ સુધી વિસ્તૃત કરવામાં આવી છે. પરંતુ, કંપનીની આ પહેલ કોરોના વાયરસ સંકટ સમયે પણ ઉપયોગી છે.

. થિયેટરઃ

થિયેટર સ્ટ્રીમિંગ સર્વિસ બોર્ડએ તેમના શ્રેષ્ઠ સંગીત જેમ કે ધ-સાઉન્ડ મ્યુઝિક વગેરે.. થિયેટર એશોસિયેશનએ સાત દિવસ માટે એચડીમાં ટ્રાયલ તરીકે મફત કરી દીધા છે. આ રીતે તમે  ઘરેથી જ સરસ પ્રદર્શનનો આનંદ માણી શકો છો.

. હેરી પોટરની દુનિયાઃ

આ લોકડાઉનમાં બાળકો મફતમાં હેરી પોટર ઘરે જોઈ શકે છે. ડિજિટલ પબ્લિશિંગ હાઉસએ હેરી પોટર ચાહકો માટે free of cost કરી દીધું છે અને ઘરને સ્માર્ટ હોમ બનાવ્યું છે. તમને આ wizardingworld.com પર જોઈ શકો છો.

. મ્યુઝિકલ લાઈવ સ્ટ્રીમિંગઃ

જો તમે મહાન રચયિતા લોયડ વેબરનું મ્યુઝિક લાઈવ સ્ટ્રીમિંગ ફ્રી જોવા માંગો છો, તો તમે ભારતીય સ્ટાન્ડર્ડ સમય અનુસાર દર શુક્રવારે ૧૧:૩૦ વમગ્યે 'ધ શો મસ્ટ યો ઓન'  ચેનલ પર યુ-ટ્યુબ પર આવી શકો છો. લાઈવ સ્ટ્રીમ પછી ૪૮ કલાક સુધી વિડિઓ જોઈ શકાય છે.

(9:38 am IST)