Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કાળમુખા કોરોનાએ સ્પીડ પકડતાઃ ચિંતા

વિશ્વનાં ૧૦ સૌથી સંક્રમિત દેશોમાં પહોંચ્યું ભારત

ઇરાનને પાછળ રાખી ૧૦માં ક્રમે ભારતનું સ્થાનઃ જો આ જ સ્પીડ રહી તો હવે તુર્કીને પણ પાછળ રાખી નવમાં ક્રમે પહોંચી જશે

નવી દિલ્હી, તા.૨૫: ભારતમાં કોરોના સંક્રમણની રફતાર હવે ડરામણી થઇ છે વિશ્વના સૌથી વધુ કોરોના દર્દીઓવાળા દેશોની યાદીમાં ભારત ૧૦માં સ્થાને પહોંચી ગયું છે. ઇરાનને પાછળ રાખી હવે ભારતમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૧,૩૮,૫૩૬ થઇ છે જયારે ઇરાનમાં તે ૧,૩૫,૭૦૧ છે. દેશમાં છેલ્લા ૪ દિવસમાં રોજ ૬૦૦૦ જેટલા નવા કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રેકોર્ડ બ્રેક ૬૭૬૭ નવા કેસ નોંધાયા હતા જો આમને આમ કેસ વધતા ગયા તો ચાર કે પાંચ દિવસમાં ભારત તુર્કીને પણ પાછળ રાખી ૧૧માંથી નવમાં સ્થાને પહોંચી જશે. તુર્કીમાં રોજ સરેરાશ ૧૦૦૦ કેસ સામે આવે છે.

જોન્સ હોપ્કિન્સ યુનિવર્સિટીના ડઙ્ખશબાઙ્ખર્ડ અનુસાર કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ભારતે ઈરાનને પાછળ રાખી દીધું છે. ભારત હવે દુનિયાના દસ સૌથી વધુ ચેપગ્રસ્ત દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે.

આ યાદીમાં શનિવારે ઈરાન દસમા ક્રમે હતું અને ત્યાં ચેપગ્રસ્ત દર્દીઓનો આંક ૧૩૩,૫૨૧ હતો. જોકે, રવિવારે ભારતમાં કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં આવેલા ઉછાળા બાદ ઈરાન ૧૧જ્રાક્નત્ન ક્રમે આવી ગયું છે.

યુનિવર્સિટી અનુસાર ભારતમાં કુલ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૩૮,૫૩૬ છે. જોકે, વાઇરસને લીધે થયેલાં મૃત્યુની બાબતે ઈરાન હજુ પણ ભારત કરતાં આગળ છે.

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતમાં સંક્રમણના કુલ ૧૩૧,૮૬૮ મામલાની પુષ્ટિ થઈ છે.

વિશ્વની વાત કરીએ તો કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યાના હિસાબે બ્રાઝિલ હવે રશિયાથી આગળ નીકળી ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે દક્ષિણ અમેરિકાને કોરોના વાઇરસનું નવું કેન્દ્ર ગણાવ્યું હતું.

જોન્સ હોપ્કિન્સ યુનિવર્સિટી અનુસાર સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા રવિવારે ૫૦,૭૦ લાખ થઈ ગઈ છે અને વાઇરસના લીધે અત્યાર સુધી વિશ્વમાં ૩૪૩,૬૧૭ મૃત્યુ થયાં છે.(૨૩.૫)

એ દસ દેશ જયાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે

અમેરિકા

૧,૬૩૫,૧૯૨ કેસ,

૯૭,૪૯૫ મૃત્યુ

બ્રાઝિલ

૪૭,૩૯૮ કેસ,

૨૨,૦૧૩ મૃત્યુ

રશિયા

૩૪૪,૪૮૧ કેસ,

૩,૫૪૧ મૃત્યુ

બ્રિટન

૨૬૦,૯૧૬ કેસ,

૩૬,૮૭૫ મૃત્યુ

સ્પેન

૨૩૫,૭૭૨ કેસ,

૨૮,૭૫૨ મૃત્યુ

ઇટાલી

૨૨૯,૮૫૮ કેસ,

૩૨,૭૮૫ મૃત્યુ

ફ્રાંસ

૧૮૨,૧૦૨ કેસ,

૨૮,૨૧૯ મૃત્યુ

જર્મની

૧૮૦,૧૫૭ કેસ,

૮,૨૮ મૃત્યુ

તુર્કી

૧૫૬,૮૨૭ કેસ,

૪,૩૪૦ મૃત્યુ

ભારત

૧૩૮,૫૩૬ કેસ,

૪,૦૨૪ મૃત્યુ

ઈરાન

૧૩૫,૭૦૧ કેસ,

૭,૪૧૭ મૃત્યુ

 વિશ્વ

 

 

સંક્રમિત

-

૫૫,૦૦,૬૦૭

સ્વસ્થ

-

૨૩,૦૨,૦૬૯

મૃત્યુઆંક

-

૩,૪૬,૭૦૧

ટોપ ૧૦ દેશ

રાજ્ય

સંક્રમિત

મૃત્યુ

અમેરિકા

૧૬,૮૬,૪૩૬

૯૯,૩૦૦

સ્પેન

૨,૮૨,૮૫૨

૨૮,૭૫૨

યુ.કે.

૨,૫૯,૫૫૯

૩૬,૭૯૩

રશિયા

૩,૪૪,૪૮૧

૩૫૪૧

ઇટાલી

૨,૨૯,૮૫૮

૩૨૭૮૫

ફ્રાંસ

૧,૮૨,૫૮૪

૨૮,૩૬૭

જર્મની

૧,૮૦,૩૨૮

૮૩૭૧

બ્રાઝીલ

૩,૬૫,૨૧૩

૨૨,૭૪૬

તુર્કી

૧,૫૬,૮૨૭

૪૩૪૦

ઇરાન

૧,૩૫,૭૦૧

૭૪૧૭

(2:47 pm IST)