Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ઈદનો ચાંદ દેખાયો : દેશભરમાં ઉજવાશે ઈદ-ઉલ-ફિત્ર

ઈદ-ઉલ-ફિત્ર મુસલમાનોનો સૌથી મોટો તહેવાર: ઘરોમાં નમાજ પઢવાની અપીલ

મુંબઈ : ઈદનો ચાંદ દેખાયો છે, આખા ભારતમાં હવે સોમવારે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવાશે. દિલ્હીની જામા મસ્જીદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યુ છેકે, ઈદનો ચાંદ દેખાયો છે. આખા દેશમાં 25મેએ ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવશે. જોકે, કેરળ અને જમ્મૂ-કાશ્મીર રાજ્યોમાં શનિવારે ઈદના ચાંદનાં દિદાર થયા બાદ આજે ઈદ મનાવવામાં આવી રહી છે.

વાસ્તવમાં ઈદ-ઉલ-ફિત્ર મુસલમાનોનો સૌથી મોટો તહેવાર છે, જે રમઝાનનો મહિનો પુરો થાય ત્યારે ઉજવવામાં આવે છે. ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર રમઝાનનાં 29 અથવા 30 રોઝા રાખ્યા બાદ ચાંદને જોઈને ઉજવવામાં આવે છે. સાઉદી અરબ, યુએઈ સહિત તમામ ખાડી દેશોમાં 30 રોઝા પુરા થયા બાદ ચાંદ જોઈને 24 મે એ ઈદને ઉજવવામાં આવે છે. જ્યારે ભારતમાં 24 મેના રોજ ઈદનો ચાંદ દેખાયો હતો. જે બાદ 25 મેએ ઈદનો તહેવાર ઉજવવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છેકે, ઈદ-ઉલ-ફિત્રનો ચાંદ દેખાવાની સાથે જ રમઝાનનો મહીનો ખત્મ થઈ જાય છે. અને શવ્વાલનો મહિનો શરૂ થવાની સાથે જ ઈદની ઉજવણી થાય છે. એટલા માટે ચાંદના દેખાવાનાં હિસાબને કારણે દુનિયાભરમાં ઈદ ઉજવવાની તારીખ અલગ-અલગ હોય છે. આ પહેલાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શનિવારે ચાંદની ઝલક મેળવવા માટે લોકો ઘણાં બેબાકળા છે, પરંતુ ચાંદનો દીદાર થઈ શક્યો નહી. ઈમામ ઈદગાહ મૌલાના ખાલિદ રશીદ મહલીએ જણાવ્યુકે, શનિવારે ચાંદ દેખાયો ન હતો. તેને કારણે હવે સોમવારે ઈદ ઉજવાશે. જ્યારે દિલ્હીની જામા મસ્જીદનાં ઈમામે જાહેરાત કરતાં કહ્યુકે, સોમવારે ઈદ ઉજવવામાં આવશે.

કોરોના સંકટને જોતા બધાજ ધાર્મિક સ્થળો બંધ છે. એટલા માટે મસ્જીદમાં નમાજ પઢવાની પરવાનગી નથી. એકતરફ જ્યાં પ્રશાસન સક્રિય છે. તો મૌલાના અને ઉલેમાઓની તરફથી ઘરમાં જ નમાજ પઢવાની અપીલ કરવામાં આવી છે. તેની સાથે કોરોનાથી સલામત રહેવાની દુઆ કરવાની અપીલ કરવામાં આવી છે. તેના સિવાય ઈદ પર ગળે ન મળતા અને સોશિયલ મિયાના માધ્યમથી અભિનંદન પાઠવવા માટે કહેવામાં આવ્યુ છે. ઘરમાં પરિવારની સાથે ઈદની ખુશીઓ ઉજવવાની વિનંતી કરાઈ છે.

મહારાષ્ટ્રનાં અલ્પસંખ્યક મામલાનાં મંત્રી નવાબ મલિકે રવિવારે કહ્યુકે, મુસ્લિમ સમુદાયનાં લોકો ઈદનાં અવસરે નમાજ અદા કરી શકશે નહી. ફક્ત 4-5 લોકો જ મસ્જીદો અને ઈદગાહમાં નમાઝ અદા કરી શકશે. કોરોના સંક્રમણને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મલિકે કહ્યુકે, લોકોએ જે રીતે શબ-એ-બારાત અને શબ-એ-કદ્રનાં અવસરે સંયમિત કર્યા છે. તેવી રીતે ઈદ પર પણ કરે, જેથઆ દરેક લોકો મસ્જીદો અને ઈદગાહોમાં જમાતની સાથે નમાજ પઢવાની જગ્યાએ પોતાના ઘરોમાં જ નમાજ અદા કરે.

(8:33 am IST)