Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી હર્ષવર્ધન શ્રીંગલાએ ટેકસાસ ગવર્નરની મુલાકાત લીધીઃ ભારત તથા ટેકસાસ વચ્ચે વ્યાવસાયિક સંબંધો વિકસાવવા ચર્ચાઓ કરીઃ ઇન્ડિયન અમેરિકન વ્યાવસાયિકો, કોમ્યુનીટી અગ્રણીઓ તથા મીડિયા પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરીઃ NASA કેમ્પસની ટુર કરી

હયુસ્ટનઃ યુ.એસ. ખાતેના ભારતના રાજદૂત શ્રી હર્ષવર્ધન શ્રીંગલાએ તાજેતરમાં ૨૦ થી ૨૨મે ૨૦૧૯ દરમિયાન ટેકસાસ સ્ટેટની મુલાકાત લીધી હતી. જે માટે હયુસ્ટન સ્થિત ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી ડો.અનુપમ રાયનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

ભારતના રાજદૂત આ મુલાકાત દરમિયાન ટેકસાસ ગવર્નરને મળ્યા હતા. જેમણે શ્રી હર્ષવર્ધનનું સ્વાગત કરી ભારત તથા ટેકસાસ વચ્ચેના વ્યાવસાયિક, હેલ્થકેર, મેન્યુફેકચરીંગ, આઇ.ટી.તેમજ ઓઇલ તથા ગેસ ક્ષેત્રના સંબંધો વધારવા માટે ચર્ચાઓ કરી હતી.

બાદમાં શ્રી હર્ષવર્ધનએ સ્થાનિક ૧૦૦ જેટલા ઇન્ડિયન અમેરિકન વ્યાવસાયિકો, કોમ્યુનીટી અગ્રણીઓ તથા મીડિયા પ્રતિનિધિઓને મુલાકાત આપી હતી. ઉપરાંત હયુસ્ટન મેયર તથા હયુસ્ટન યુનિવર્સિટીના ચાન્સેલર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રેણુ ખટોર સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ઇન્ડિયન  અમેરિકન મહિલા એસ્ટ્રોનન્ટ સુશ્રી સુનિતા વિલીજમ્સના સહયોગ સાથે NASA કેમ્પસની પણ મુલાકાત લીધી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:42 pm IST)