Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

વિશ્વવિખ્યાત કાર કંપની જેગુઆર દ્વારા સીઝન્સ હોટલ ખાતે આયોજન

જેગુઆર દ્વારા આજે-કાલે રોમાંચક આર્ટ ઓફ પર્ફોમન્સ ટુરઃ હાઇ સ્પીડ કારની ડ્રાઇવ માણી શકાશેઃ રજીસ્ટ્રેશન જરૂરી

 રાજકોટઃતા.૨૫, હેદરાબાદ, બેંગાલુરુ, કોઇમ્બતોર અને મુંબઇમાં આર્ટ ઓફ પર્ફોમન્સનું આયોજન કરવાને પગલે જેગુઆર હવે આ રોમાંટક ડ્રાઇવના અનુભવને રાજકોટ લાવી રહી છે. આર્ટ ઓફ પર્ફોમન્સ ટુરમાં ભારતના દરેક શહેરોમાં ડાયનેમિક ડ્રાઇવ ઘટનાઓના આયોજનનો સમાવેશ થાય છે.

 આર્ટ ઓફ પર્ફોમન્સ ટુર એ એક પ્રાયોગાત્મક ઘટના છે જેમાં અનેક પ્રવૃત્ત્િ।ઓનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને પ્રવૃત્ત્િ।ઓ પર નજર રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે જેગુઆર કાર્સને થિયેટ્રીકલ ડ્રામા અને ધ્યાન ખેંચતી કામગીરીનું નિરુપણ કરે છે. જે સંવેદનાને ખરા અર્થમાં ઉત્ત્।ેજિત કરે છે. આ ત્રિપાંખી પ્રવૃત્ત્િ।ઓનું નામ છે સ્પીડ-રન, સ્લેલોમ એકસરસાઇઝ અને લેન ચેન્જ અને બ્રેક ટેસ્ટ, જે પ્રત્યેક જેગુઆર કાર દ્વારા ઓફર કરવામાં આવતી નોંધપાત્ર ચપળતા અને  જવાબદારીપૂર્ણતા  પર ભાર મુકે છે. જેગુઆર વાહનોની સમગ્ર શ્રેણી– XE, XF, XJ, F-PACE અને F-TYPE- તાલીમ પામેલા જેગુઆરના ઇન્સ્ટર્સના માર્ગદર્શન હેઠળ રોમાંચક ટેસ્ટનો અનુભવ લેવા મહેમાનો માટે ઉપલબ્ધ છે.

  જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા લિમીટેડ (એલઆરઆઇએલ)ના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેકટર રોહિત સૂરી જણાવ્યું હતું કે અમને એ જણાવતા આનંદ થાય છે કે આર્ટો ઓફ પર્ફોમન્સે અમે અત્યાર જે જે શહરેની મુલાકાત કરી છે તેમાં ભારે પ્રતિસાદ મેળવ્યો છે. આ પ્રાયોગાત્મક ટુરની ડિઝાઇન ખાસ કરીને અમારી દરેક જેગુઆર કારની ચપળતાનું નિરૂપણ કરવા માટે કરવામાં આવી છે અને મને આનંદ છે કે આ ઘટના દ્વારા આ અમારો હેતુ પરિપૂર્ણ થઇ રહ્યો છે જે આ પર્ફોમન્સ દ્વારા રોમાંચનું વચન આપે છે.   અમારા ગ્રાહકોની સરળતા માટે   રાજકોટમાં સિઝન્સ હોટેલ, કાલાવડ રોડ, ડેકોરા બિલ્ડીંગની સામે, આજે તથા કાલે યોજાયેલ છે. ે જે માટે રજીસ્ટ્રેશન જરૂરી છે.

જેગુઆર કારની શરૂઆતની એકસ-શો રૂમ કિંમતો જોઇએ તો XE રૂ.૪૦.૬૧ લાખ, XF  ૪૯.૭૮ લાખ, એફપેસ રૂ.૬૪.૬૪ લાખ, XJ  રૂ.૧.૨ કરોડ અને એફ -ટાઇપ ૯૦.૯૩ લાખ  છ

(3:44 pm IST)
  • જેટ એરવેઇઝના પૂર્વ ચેરમેન અને પત્નીને વિદેશ જતા અટકાવાયા: મુંબઈના ઇમીગ્રેશન સત્તાધીશોએ જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયેલ અને તેની પત્નીને મુંબઇ એરપોર્ટ ઉપર વિદેશ જતા અટકાવ્યા છે access_time 9:13 pm IST

  • આ નેતા કોણ?: તક્ષશિલા અગ્નિકાંડમાં સૌથી મોટું રહસ્ય : આ પહેલા પણ એક વાર ટ્યુશન કલાસ સીલ કરાયુ હતું, પરંતુ એક નેતાના દબાણવશ આ ફાયરબ્રિગેડ સીલ ખોલવુ પડ્યુ : કલાસીસ માલિકે આ નેતાની ઓળખ ન આપી : એ નેતા વિશે લોકો સવાલ કરી રહ્યા છે : દબાણ ન થયુ હોત તો આ ૨૦ વિદ્યાર્થીઓના જીવ બચી શકત access_time 3:11 pm IST

  • ભાજપ ઉમેદવારના ઘર ઉપર બોંબ ઝીંકાયા: ઓડીસાના જગન્નાથપુરીથી ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવારના ઘર ઉપર ગુંડાઓએ બોમ્બના ઘા કર્યાનું જાણવા મળે છે. access_time 10:00 pm IST