Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કોંગ્રેસ દ્વારા પરાજ્યનું પોસ્ટમોર્ટમ

દિલ્હીમાં પક્ષની કારોબારીની મિટીંગઃ મહામંથન...શરૂ

નવી દિલ્હી તા. રપ : કોંગ્રેસ કારોબારીની બેઠક ચાલી રહી છે બેઠક પહેલા રાહુલગાંધીએ રાજીનામાની ઇચ્છા વ્યકત કરી હતી. તેના પર રાહુલને પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહે સમજાવ્યા છે. મનમોહનસિંહે કહ્યું કે હારજીત થતી રહે છે. રાજીનામાની જરૂર નથી. હજુ બેઠકમાં મહામંથન ચાલુ છ.ે

સુત્રોના જણાવ્યા મુજબ ર૩ મે એ રાહુલગાંધીએ સોનિયા ગાંધીને રાજીનામાની વાત કહી હતી તેના પર સોનિયાગાંધીએ રાહુલને CWC માં વાત રાખવાનું કહ્યું હતું. આજે રાહુલ રાજીનામું આપવા માંગતા હતા પરંતુ બેઠક પહેલા પ્રિયંકાગાંધી અને મનમોહનસિંહે રાહુલને સમજાવ્યા.

જોકે અહેવાલો એવા પણ મળી રહ્યા છે. કે  CWC ની બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાની ખબરોને કોંગ્રેસ નકારી રહી છે.

(3:34 pm IST)
  • બપોરે ૩ વાગ્યાથી ભારતનો ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ વોર્મ અપ મેચઃ બન્ને ટીમો વારંવાર એક બીજા સામે ટકરાતી ન હોય પ્રેકટીસ મેચ મહત્વનો બનશે access_time 11:33 am IST

  • મારે રાજીનામુ આપવું છે પણ પાર્ટી સહમત નથી : ચૂંટણીના પરિણામો બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવેલ કે હું મુખ્ય મંત્રી તરીકે રાજીનામુ આપવા માંગતી હતી પણ મારો પક્ષ સહમત થયો ન હતો. access_time 10:19 pm IST

  • સુરતમાં થયેલી દુર્ઘટના બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કાલે બપોરે સુરત પહોંચશેઃ બપોરે ૩.૩૦ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધશે access_time 3:11 pm IST