Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

પ્રિયંકા હવે યોગ કરે! બાબા રામદેવ સારૃં થયું ચૂંટણી લડી નહી, નહિ તો કારર્કીદીના સૂપડા સાફ થઇ જાત

વાયનાડને લીધે કોંગ્રેસ અનાથ થતા બચી ગઇઃ નરેન્દ્રભાઇ ઉપર કરોડો દેશવાસીઓનો વિશ્વાસઃ આ ચૂંટણી આવતા ૨૦-૨૫ વર્ષની દેશની રાજનીતી નકકી કરશેઃ એમબીબીએસમાં યોગ સામેલ કરવા હાકલ

નવીદિલ્હી, તા.૨૫: કોંગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધી અને બીજેપીની પ્રજ્ઞા ઠાકુર માટે બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. સાથે-સાથે તેમણે લોકસભા ચૂંટણી ૨૦૧૯ અંગે પણ વાત કરી.

બાબા રામદેવ એસોસિએશન ઓફ રેસિડેન્સ ડોકટર (એઆરડી) દ્વારા આયોજિત જેનિથ-૨૦૧૯ના ઉદદ્યાટનમાં પીજીઆઇ ચંડીગઢ આવ્યા હતા. તેમણે કહ્યું કે, વાયનાડમાં રાહુલ ગાંધીની જીતથી કોંગ્રેસ અનાથ થતાં-થતાં બચી ગઈ. સારું થયું કે, પ્રિયંકા ગાંધી બનારસથી ન લડી, નહીંતર તેનું પોલિટિકલ કરિયર ખતમ થઈ જાત. હવે તેમણે યોગ કરવા જોઇએ.

સાધ્વી પ્રજ્ઞા અંગે તેમણે ખૂલીને વાત કરી. તેમણે કહ્યું કે સાધ્વી પ્રજ્ઞાને માત્ર શકના આધારે અમાનવિય યાતનાઓ આપવામાં આવી હતી, પરંતુ તેમણે નાથૂરામ ગોડસે અંગે જે નિવેદન આપ્યું હતું તે સ્વીકાર્ય નથી. બીજેપીની જબરજસ્ત જીત અંગે કહેતાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ પર દેશના કરોડો લોકોએ વિશ્વાસ મૂકયો, એટાલે જ આ ચૂંટણી માત્ર ૫ વર્ષ માટે નહીં પણ, ૨૦-૨૫ વર્ષ માટે દેશની રાજનીતિને નક્કી કરશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, જો એમબીબીએસના સિલેબસમાં યોગનો ઉમેરો કરવામાં આવે તો, તેનો સકારાત્મક પ્રભાવ પડશે. તેમણે ડોકટરોને રોજ અડધો કલાક યોગ કરવાની સલાહ આપી. આ ઉપરાંત સ્વસ્થ્ય રહેવાની કેટલીક ટિપ્સ પણ આપી.

(3:15 pm IST)