Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ભારત સાથે કામ કરવા ચીન આતુર

મોદીની જીતનો ફાયદો ભારતને થવાનો છે. ચીને શુક્રવારે કહ્યું કે, ભારત સાથેના અમારા દ્વિપક્ષીય સંબંધો ખુબ મહત્વ ધરાવે છે. તો વળી તેમણે કહ્યું કે નરેન્દ્રભાઇ મોદી સાથે તે કામ કરવાં માટે ઈચ્છુક છે. જેના કારણે આપણી સહયોગ અને રાજનૈતિક ભરોસાને મજબુત કરી શકાય. ચિની વિદેશ મંત્રાલયના પ્રવકતા લુ કાંગએ કહ્યું કે, ભારતમાં ચૂંટણી કોઈ પણ હિંસા વગર પૂરી થઈ ગઈ. સાથે કાંગે ચીન દ્વારા પાઠવવામાં આવેલી મોદીને શુભકામનાઓ આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

લુ વાંગએ મીડિયાને કહ્યું કે, ચીન અને ભારત બંન્ને એકબીજાના મહત્વપુર્ણ પાડોસી દેશ છે. આપણે મોટા વિકાસશીલ દેશ અને નવા ઉભરતા દેશ છીએ. ગયા વર્ષે નરેન્દ્રભાઇ મોદી અને ચીન સાથેની આ વાર્તાલાપથી નવી દિશા અને નવી સંભાવનાનો માર્ગ ખુલ્યો. તેમણે આગળ કહ્યું કે, હવે એક વર્ષ બાદ અમારા દ્વિપક્ષીય સંબધોમાં પ્રગતિ થઈ છે. માટે મોદીની આ જીત બાદ ભારત સાથે કામ કરીને અમને આનંદ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ૨૭-૨૮ એપ્રિલે થયેલી શિખર વાર્તાને લઈને મોટા પાયે ૭૩ દિવસ સુધી ચાલેલ ડોકમાલના ગતિરોધનાં કારણે સંબંધોમાં ખટાસ આવી ગઈ હતી જે હવે સુધરી ગઈ અને એનો શ્રેય દેવામાં આવી રહ્યો છે મોદીને. ચીની સૈનિકોએ ભારતીય સીમા પર રોડ બનાવ્યો ત્યારથી આ વિવાદ શરૂ થયો હતો.

(3:12 pm IST)