Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કાર્બનના વિશેષ ફેલાવાથી આગામી ૮ દાયકામાં ૩૦% વસ્તીનો સફાયો ?

જળવાયુ પરીવર્તન અને તેની દૂરોગામી અસર અંગે અનેક સંશોધનો થઇ રહયા છે. હમણાં એક નવા સ્ટડી મુજબ કાર્બન ઉત્સર્જનને અટકાવવામાં નહી આવે તો ગીચ વસ્તી ધરાવતા દક્ષિણ એશિયાના ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં મહા વિનાશ લાવશે.૨૧૦૦ સુધીમાં તાપમાનનો પારો વધવાથી ૩૦ ટકાથી વધુ લોકોનું જીવન સંકટમાં આવી જશે. સંશોધકોનું માનવું છે કે વધતી જતી ગરમ હવાના કારણે જીવ સૃષ્ટિ જ નહી માનવીઓ પણ ટકી શકશે નહી.

તાપમાન બે પ્રકારના થર્મોમીટરથી માપવામાં આવે છે. જેને ડ્રાઇ બલ્બ થર્મોમીટર અને બીજુ વેટબલ્બ થર્મોમીટર કહેવામાં આવે છે. ડ્રાઇબલ્બ વાતાવરણમાં તાપમાન માપવા માટે હોય છે જયારે વેટબલ્બ હવામાં રહેલા ભેજના પ્રમાણને માપે છે. જો પૃથ્વીના વાતાવરણમાં વેટબલ્બ ૩૫ ડિગ્રી સેન્ટીગ્રેટ કે તેનાથી વધારે હોયતો ગરમી ઘટાડવાની શરીરની ક્ષમતા ઝડપથી ઘટી જાય છે. આવા સંજોગોમાં તંદુરસ્ત વ્યકિતનું પણ માત્ર ૬ કલાકમાં મુત્યુ થાય છે.

માણસને જીવન જીવવા માટે ૩૫ ડિગ્રી જેટલુ તાપમાન અનુકૂળ માનવામાં આવે છે. ૩૧ ડિગ્રીનું ભેજવાળુ તાપમાન પણ મોટા ભાગના લોકો માટે ખતરનાક સાબીત થાય છે. પૃથ્વી પર વેટબલ્બ તાપમાન ૩૧ સેન્ટીગ્રટની ઉપર ગયું હોય તેવું ભાગ્યે જ બન્યું છે. વર્ષ ૨૦૧૫માં વૈજ્ઞાનિકોએ વેટબલ્બ તાપમાન ૩૫ ડિગ્રી સુધી પહોંચ્યુ હોવાનું ઇરાનમાં નોંધ્યું હતું. આ એ જ વર્ષ હતું જેમાં ગરમીએ ભારતમાં કાળો કેર વરતાવ્યો હતો. બીજી કોઇ બીમારી ન હોવા છતાં માત્ર હિટવેવના કારણે ૩૫થી વધુ લોકોના મોત થયા હતા.

જર્નલ સાયન્સ એડવાન્સેજમાં પ્રકાશિત અહેવાલ મુજબ જો ગ્લોબલ વોર્મિગ સામે જીવનશૈલી બદલવામાં નહી આવે ને આ જ રીતે ભૌતિકતાવાદી જીવનચક્ર ચાલતું રહેશે તો વર્ષ ૨૧૦૦ સુધીમાં વેટબલ્બ તાપમાન દક્ષિણ એશિયાના વિસ્તારોમાં ગંગા નદીનો ઘાટી વિસ્તાર, ઉત્ત્।ર પૂર્વ ભારત, બાંગ્લાદેશ, ચીનનો પૂર્વી તટ વિસ્તાર, ઉત્ત્।રી શ્રીલંકા અને પાકિસ્તાની સિંધુ ઘાટી સહિતના વિસ્તારનું તાપમાન ૩૫ ડિગ્રીને વટાવી જશે આવા સંજોગોમાં ૩૦ ટકાથી પણ માનવ વસ્તીનો નાશ થતા વાર લાગશે નહી.

(1:14 pm IST)