Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

હવે ૬ રાજયોની વિધાનસભાની ચૂંટણી થવાની છે તેમાં શું થશે?

આ વર્ષે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં થશે ચૂંટણી આવતા વર્ષે દિલ્હી, બિહાર અને જમ્મુ કાશ્મીર

નવી દિલ્હી, તા. રપ : લોકસભા ચૂંટણી પછી આગામી ૧૮ મહીનામાં દેશના છ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેમાંથી ત્રણ રાજયો હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ વર્ષે ચંૂટણી થશે. જયારે આવતા વર્ષે શરૂઆતમાં દિલ્હી અને અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થશે. ચર્ચા છે કે આ વર્ષે હરિયાણા અને મહારાષ્ટ્રની સાથે અથવા તે પહેલા જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી થઇ શકે છે. લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા પછી હવે ભાજપાની નજર હવે આ છ રાજયો પર રહેશે. મોટાભાગના રાજયોમાં ભાજપા સરકાર હોવાથી અને હાલની ચૂંટણીમાં શાનદાર જીતથી જોશમાં આવેલ ભાજપા હવે બેવડા જોશથી આ રાજયોમાં લડશે.

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપા સતા પર છે. હરિયાણામાં ખટ્ટર સરકાર છે. લોકસભા ચૂંટણીમાં હરિયાણાની દસે દસ બેઠકો પર ભાજપાની જીત થઇ છે. આ પહેલાની ચૂંટણીમાં ત્યાં ભાજપા પાસે સાત, આઇએનએલડી બે અને કોંગ્રેસ એક બેઠક પર જીત્યા હતા. હરિયાણામાં ભાજપાના મતોમાં ર૩ ટકાનો વધારો થયો છે. ગઇ વખતના ૩પ ટકાની સામે આ વખતે તેને પ૮ ટકા મતો મળ્યા હતાં. આ ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો પર કોંગ્રેસ બીજા નંબર પર રહી હતી. જયારે સ્થાનિક પક્ષ આઇએનએલડીમાં ભાગલા પડીને હવે આઇએનએલડી અને જેજેપી બન્યા છે. બેય પક્ષો નબળા પડીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની પ્રયત્નો કરી રહ્યા છે.

આગામી વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી થશે. હાલ અહીંયા આપની સરકાર છે ત્યાં તેની પાસે વિધાનસભાની ૭૦માંથી ૬૭ બેઠકો છે. જયારે ભાજપા પાસે ત્રણ છે અને કોંગ્રેસનું ખાતુ પણ નહોતું ખૂલી શકયું. તમામ રાજયોમાં પોતાની સરકાર બનાવ્યા પછી હવે ભાજપા દિલ્હીની ખુરશી મેળવવાના પ્રયત્નો કરશે. જયારે બિહારમાં જોવાનું રહેશે કે નીતિશકુમાર મોદી સાથે જોડાયેલા રહે. ભાજપાની નજર જમ્મુ પર પણ રહેશે. હાલની ચૂંટણીમાં તેણે જમ્મુ અને લદ્દાખની બેઠકો જાળવી રાખી છે, પણ ધિાનસભાની ચૂંટણીમાં કલક ૩૭૦ અને ૩પ એ અંગે કેવું વલણ લે છે તેના પર બધો દારોમદાર રહેશે.

(11:41 am IST)