Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

તપાસના નાટક બંધ કરી મેયરનું રાજીનામું અને કમિશ્નરને દૂર કરો... મંજૂરી આપનાર સામે પગલા ભરો...

સુરતમાં અગ્નીકાંડ બાદ લોકોમાં ભભૂકતો ઉગ્ર રોષ... બધી બાબતમાં ફીડલુ જ વળે છે

રાજકોટ, તા. ૨૫ : સુરતમાં ગઈકાલે સુરતમાં તક્ષશિલા કલાસીસનાં બિલ્ડીંગમાં લાગેલી ભયાવહ આગ અને તેના હૃદય કંપાવતા દૃશ્યો અને ૨૦ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. આ ઘટનાથી સુરતના લોકોનો લોકરોષ ફાટી નીકળ્યો છે.

રાજય સરકારે સુરતની ઘટના અંગે તપાસના આદેશો આપ્યા છે, પરંતુ દર વખતની જેમ તપાસ કોઈ નક્કર પરિણામ વગરની રહેતી હોય, લોકોએ હવે તપાસ નહિં પરંતુ કડક પગલાનો કોરડો વિંઝવા માંગ કરી છે.  ૨૦ વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ રાજય સરકારે ૪ લાખની સહાય અને તમામ મેડીકલ સારવાર આપવાનો આદેશ કર્યો છે અને ઉચ્ચ અધિકારીને તપાસ સોંપી છે ત્યારે સુરતના મોટાભાગના લોકો રોષ સાથે કહી રહ્યા છે કે સીધા પગલા જ ભરો. સુરતના મ્યુનિસિપલ કમિશ્નરને તાત્કાલીક અસરથી તેમની જવાબદારીમાંથી મુકત કરવા જોઈએ અને સુરતના મેયરનું રાજીનામુ લઈ લેવું જોઈએ.

(11:36 am IST)