Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

2019 ની સાલની 17 મી લોકસભામાં મહિલાઓનો દબદબો : 78 મહિલા સાંસદો સાથે અત્યાર સુધીનો સૌથી વધુ મહિલા સાંસદોનો વિક્રમ : સૌથી વધુ ધનિક મહિલા સાંસદ હેમા માલિની : સૌથી વધુ સરસાઈ સાથે વિજેતા મહિલા સાંસદ વડોદરાના રંજનબેન ભટ્ટ : સૌથી ઓછી સરસાઈ સાથે મેનકા ગાંધી વિજેતા

ન્યુદિલ્હી : 2019 ની સાલની 17 મી  લોકસભામાં બધા પક્ષોની મળી કુલ 724 મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવાઈ હતી.જેમાંથી ભાજપની 40, બીજેડીની 5,તથા તૃણમૂલ કોંગ્રેસની 9 મહિલા સહીત  જુદા જુદા પક્ષોની મળી કુલ 78 મહિલાઓ ચૂંટાઈ આવી છે.

નવા ચૂંટાઈ આવેલા મહિલા સાંસદો પૈકી ભાજપના હેમા માલિની 250 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી વધુ ધનિક સાંસદ છે.78 પૈકી 30 મહિલા સાંસદો 1 લાખ કરતા વધુ મતોથી ચૂંટાઈ આવી છે.જે પૈકી વડોદરાના ભાજપી સાંસદ રંજનબેન ભટ્ટ 589177 મતોની  સૌથી વધુ સરસાઈ સાથે વિજેતા થયા છે.જયારે સૌથી ઓછી સરસાઈ પણ ભાજપના જ સાંસદ મેનકા ગાંધીની છે.જેઓ 14500 મતોની સરસાઈથી વિજેતા બન્યા છે.

(11:37 am IST)