Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરત અગ્નિકાંડ

ફાયર બ્રિગેડની બેદરકારથી વધ્યો મૃત્યુઆંકઃ કલાસના સંચાલક સામે ગુન્હો

એક તો ફાયર ફાઇટરો મોડા આવ્યા એટલુ જ નહી આગ બુઝાવતા પાણી પણ ખલાસ થઇ ગયું

સુરત, તા.૨૫: સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ચાલતા એક ડ્રોઈંગ કલાસમાં એકાએક લાગેલી ભયાનક આગમાં ૨૧ વિદ્યાર્થીઓનાં મોત થઈ ગયા જયારે ૧૯ જેટલા લોકો ઘાયલ થયા છે. સુરતની આ હૃદયદાવક ઘટનામાં એવી ચોંકાવનારી વાત જાણવા મળી રહી છે કે, ફાયર બ્રિગેડની ગંભીર બેદરકારીને કારણે આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્યોને બચાવવામાં મોડું થયું અને મૃતકોનો આંકડો વધી ગયો. દરમિયાનમાં ડ્રોંઈગ કલાસના સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર હરસુખ વેકરિયા સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. FSLની ટીમ ઘટનાની તપાસ કરશે અને તેમના રિપોર્ટના આધારે જવાબદારો સામે પણ પગલાં લેવામાં આવશે તેવી પણ માહિતી મળવા પામી છે.

કેટલાક ટીવી રિપોર્ટ મુજબ, કલાસીસમાં આગ લાગ્યાની જાણ કરાયા બાદ ફાયર બ્રિગેડ અડધો કલાક જેટલી મોડી આવી હતી અને એટલું જ નહીં, આગ બૂઝાવવાની કામગીરી દરમિયાન પાણી પણ ખૂટી ગયું હતું. જેના કારણે બચાવ કામગીરીમાં મોડું થયું હતું. દ્યટનાની ગંભીરતાને જોતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. તેમ છતાં ફાયર બ્રિગેડ દ્વારા પહોંચવામાં મોડું કરાતા અને તે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો લઈને ન આવી હોવાથી બચાવ કામગીરીમાં મોડું થયું હતું અને જેના કારણે મૃત્યુઆંક વધી ગયો હતો તેવો લોકોનો આક્ષેપ છે.

ઘટનાની ગંભીરતા એ વાતથી જ સમજી શકાય છે કે, આગથી બચવા ૯ જેટલા વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી કૂદકો મારી દીધો હતો. ફાયર બ્રિગેડના આઠ ટેન્કરો આગ બૂઝાવવા પહોંચ્યા હતા. દ્યટના સ્થળે એમ્બુલન્સોનો પણ ખડકલો કરી દેવાયો હતો. જણાવાયા મુજબ, જયાં આગ લાગી ત્યાં રમત-ગમતના સાધનો અને ટાયરો પણ હતા, જેના કારણે વધુ ધૂમાડો પ્રસર્યો હતો.

દરમિયાનમાં આ કલાસિસમાં જેમના બાળકો હતા તે વાલીઓ પણ દ્યટનાની જાણ થતાં ત્યાં દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જાણવા મળ્યા મુજબ, એસી ડકટ્સ અને કોમ્પ્રેસરમાં આગ લાગી હતી, જે ધીમે-ધીમે આખા ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે, બાળકો કલાસમાંથી બહાર નીકળી દાદર તરફ પણ જઈ શકે તેમ નહતા. એટલે, કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ત્રીજા માળે આવેલા કલાસિસની બારીમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. જેમાં બે બાળકોનો મોત થઈ ગયા હતા.

મૃતકોમાં ૧૫ છોકરીઓ, ૩ છોકરા છે અને એક અન્ય શખસ છે. જેમાંથી ૧૬ના મોત ગૂંગળાઈ જવાથી અને ૨ વિદ્યાર્થીના આગથી બચવા ત્રીજા માળેથી કૂદવાને કારણે ગંભીર ઈજા થતા મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દ્યટનાની સંપૂર્ણ તપાસ રાજયના શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પૂરીને સૂચના આપી છે. તેમણે મૃતક બાળકોના પરિવારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી સહાય નિધીમાંથી આપવાની જાહેરાત કરી છે. દરમિયાનમાં મુખ્યમંત્રી રૂપાણી તાત્કાલિક સુરત પહોંચી ગયા હતા અને દ્યાયલોને જયાં સારવાર અપાઈ રહી છે તે લ્પ્ત્પ્ચ્ય્ હોસ્પિટલે પહોંચી ખબરઅંતર પૂછ્યા હતા, તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. સાથે જ તેમણે સુરત સહિત અન્ય શહેરોમાં ફાયર સેફ્ટી વિના ચાલતા કલાસિસો, મોલ્સ વગેરે સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.(૨૨.૮)

(11:34 am IST)
  • એનડીએના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીની નિયુકિત : ૩૫૩ સાંસદોના સમર્થનથી મોદી નેતાપદે ચૂંટાયા access_time 6:24 pm IST

  • મોરબી : વી-માર્ટમાં આગ ફાટી નીકળી: મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ વી-માર્ટ માં આગ ફાટી નિકળી: પ્રાથમિક અહેવાલો પ્રમાણે શોર્ટ સર્કિટ થી આગ લાગ્યાનું બહાર આવ્યું છે. access_time 8:59 pm IST

  • હાર-જીત થતી રહે રાજીનામાની જરૂર નથીઃ મનમોહને રાહુલને સમજાવ્યા access_time 3:30 pm IST