Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ટ્રમ્પે મોદીને આપ્યા અભિનંદન

બન્ને નેતાઓ જૂનમાં જી-૨૦ દરમ્યાન મળશે

નવી દિલ્હી, તા. ૨૫ :. લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરી અભિનંદન આપ્યા છે. ટ્રમ્પે ભારત સાથે આર્થિક અને રાજકીય સંબંધોને નવી ઉંચાઈએ લઈ જવાની આશા વ્યકત કરી છે. બન્ને નેતાઓ જૂનમાં યોજાનાર જી-૨૦ સમિટમાં મળી શકે છે.

જી-૨૦ સંમેલન ૨૮-૨૯ જૂને જાપાનના ઓસાકામાં યોજાનાર છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોદી સાથેની વાતચીતમાં અમેરિકા અને ભારત વચ્ચે છેલ્લા બે વર્ષમાં પ્રાપ્ત ઉપલબ્ધીઓના આધારે બનેલી વ્યુહાત્મક ભાગીદારીને મજબુત કરવા પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

(10:00 am IST)
  • પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ ચૂંટણી પરિણામોને પગલે મમતા બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવાનો પ્રસ્તાવ મૂકયાનું જાણવા મળે છે access_time 5:52 pm IST

  • સુરતના અગ્નિકાંડ :બિલ્ડરને પકડવા સુરત પોલીસે ૮ ટીમ કામે લગાડી:સુરત અગ્નિકાંડ : મકાન માલિક બિલ્ડરને ઝડપી લેવા સુરત ક્રાઈમ બ્રાન્ચે ૮ ટીમ બનાવી.છે ;ટ્યુશન સંચાલક બુટાણીને ઝડપી લેવાયો છે access_time 8:57 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી CWC ની બેઠકમાં રાજીનામાની રજૂઆત કરીઃ કોંગ્રેસી નેતાઓએ ઇન્કાર કર્યોઃ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, તમે નહીં તો કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? access_time 12:45 pm IST