Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

પાન હો યા ચ્યૂઇંગ ગમ, નરેન્દ્ર મોદી ઇઝ સિંઘમ

સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી પરિણામના બીજા દિવસે મેસેજનો મારોઃ 'હજી પાંચ વર્ષ ભાજપ રહ્યું તો કોંગ્રેસને બસમાં પણ સીટ નહિ મળે, કાળુ કંડકટર'

મુંબઇ, તા.૨૫: દેશમાં ફરી એક વાર નરેન્દ્ર મોદીની સરકારને બહુમતી મળી છે ત્યારે બીજા દિવસે પણ સોશિયલ મીડિયા ઉપર રસપ્રદે મેસેજ ફરતાં થયા હતા. આ મેસેજમાં કોંગ્રેસની મજાક ઉડાવતાં સંદેશા વિશેષ હતા.

 'ખિડકિયા ખોલ કર દેખને દો મુજે, મેરે વતન કી નઈ તસવીર બન રહી હૈ, અબ તક સરકારે ગઠબંધન સે બનતી થી, અબ વિપક્ષ ગઠબંધન સે બન રહૈ હે'

'હજી પાંચ વર્ષ ભાજપ રહ્યું તો કોંગ્રેસને બસમાં પણ સીટ નહિ મળે, કાળુ કંડકટર'

 'રાજીવ ગાંધીનો છોકરો હાર્યા, અશોક ગેહલોતનો છોકરો હાર્યો, માધવરાવ સિંધિયાનો છોકરો હાર્યો, અજિત પવારનો છોકરો હાર્યો, કુમારસ્વામીનો છોકરો હાર્યો, મુરલી દેવરાનો છોકરો હાર્યો, માત્ર ભારત મા નો દીકરો જીત્યો.'

'દેશ વિદેશમેં કહીં ભી સરકાર બનાને કે લિયે સંપર્ક કરે, અમિત શાહ'

 'આ એજ ગુજરાતી ચાવાળો છે, જેણે મુલાયમને દોડતો અને લાલુને રડતો કરી દીધો, જેણે કોંગ્રેસનો રંગ મટાવી, ભારતને ભગવો કરી દીધો, આ એજ ગુજરાતી ચાવાળો છે, જેણે વિશ્વ સામે પાકિસ્તાનને પડતો અને ભારતનો ગ્રાફ ચઢતો કરી દીધો, આ એજ ગુજરાતી ચાવાળો છે , જેણે રાહુલને સુરતમાં જમતો અને ભોલે નાથ આગળ નમતો કરી દીધો, મને ગર્વ છે એ ગુજરાતી ચાવાળા પર'

'ભવિષ્યમાં જનરલ નોલેજમાં પૂછાશે, કોંગ્રેસને ખતમ કરવા વાળા વ્યકિત વિશેષનું નામ બતાવો, એ. નરેન્દ્ર મોદી. બી. રાહુલ ગાંધી. વિચિત્ર છે ને. કયો વિકલ્પ પસંદ કરવો? (પહેલી વાર એવું થશે કે બંનેમાંથી કોઈનું પણ નામ લો, તમારો જવાબ સાચો પડશે)'

'જલેબી ફાફડા, નરેન્દ્ર મોદી આપણા, તપેલીમાં શીરો, નરેન્દ્ર મોદી હીરો, વિડિયો કોન સેમસંગ, નરેન્દ્ર મોદી હેન્ડસમ, પાન હો યા ચ્યૂઈંગ ગમ, નરેન્દ્ર મોદી ઈઝ સિંદ્યમ, ચાયના હો યા કોરિયા, નમો બાપ્પા મોરિયા'.(૨૨.૫)

 

(9:58 am IST)