Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સુલતાનપુરથી વિજેતા : પીલીભીતથી પુત્ર વરૂણ વિજેતા

સુલતાનપુર (ઉત્તરપ્રદેશ) લોકસભા સીટથી બીજેપી પ્રત્યાશી કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને બીએસપી પ્રત્યાશી ચંદ્રભદ્રસિંહને ૧૪પર૬ મતોથી હરાવ્યા છે. જયારે એમના  પુત્ર અને પીલીભીતથી બીજેપી પ્રત્યાશી વરૂણ ગાંધીએ ગઠબંધન પ્રત્યાશી હેમરાજ વર્માને ર,પપ,૬ર૭ મતોથી હરાવ્યા. મેનકા પીલીભીતથી હાલના સાંસદ છે જયારે ર૦૧૪ મા વરૂણએ સુલતાનપુરથી લોકસભા ચૂંટણી જીતી હતી.

 

(12:00 am IST)
  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST

  • રાજકોટની ભાગોળે નેશનલ હાઈવે પર ચોટીલા પાસેના મોલડી ગામે મિની બસે પલ્ટી ખાતા ૧નું મોત : ગોળાઈ પાસે બસ પલ્ટી જતાં સર્જાયેલ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ : ૨૦ થી ૨૨ લોકોને સામાન્ય ઈજા access_time 6:25 pm IST

  • ભારતીય બેંકો બાદ યુકેની કંપનીએ પણ માલ્યા પર કર્યો ૧૭૫ મિલિયન ડોલરનો દાવો access_time 1:11 pm IST