Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ભારતમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી માટે અમેરિકાના 20 શહેરોમાં વિશાળ સરઘસ નીકળશે : ન્યુયોર્ક, ન્યુજર્સી, વોશિંગટન, એટલાન્ટા, હ્યુસ્ટન સહિતના તમામ શહેરોમાં OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે તડામાર તૈયારીઓ શરૂ

ન્યુયોર્ક : ભારતમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી માટે અમેરિકાના 20 શહેરોમાં વિશાળ  સરઘસ નીકળશે જે માટે  OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.આ શહેરોમાં ન્યુયોર્ક,ન્યુજર્સી,વોશિંગટન,એટલાન્ટા,હ્યુસ્ટન,બોસ્ટન,શિકાગો,રિચમંડ, સહિતના શહેરોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ભાજપના વિજય માટે સ્થાનિક ભારતીયો દ્વારા છેલ્લા ચાર માસથી વતન સ્થિત સગાસંબંધીઓને ફોન,ઇમેઇલ સહિતના માધ્યમો દ્વારા ભલામણો કરાતી હતી તેમજ સ્થાનિક કક્ષાએ ચાઇ પે ચર્ચા,એન.આર.આઇ.ફોર મોદી સહીત કાર્યક્રમોના આયોજનો કરાતા હતા.

(8:50 am IST)
  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST

  • વર્લ્ડકપ : ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે : ૧૬ જૂને પાકિસ્તાન સામે ભારતીય ટીમ તેની સૌથી હાઈપ્રોફાઈલ વન-ડે મેચ રમશે : ભારત હોટફેવરીટ access_time 3:54 pm IST

  • ભારતીય બેંકો બાદ યુકેની કંપનીએ પણ માલ્યા પર કર્યો ૧૭૫ મિલિયન ડોલરનો દાવો access_time 1:11 pm IST