Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

પોતાની બીજી ઇનિંગમાં એનડીએ સરકાર અર્થવ્યવસ્થામાં ફેરફાર માટે સાહસિક સુધારાને આગળ વધારાની પહેલ કરશેઃ ભારતીય ઉદ્યોગ જગતને આશા

નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગ જગતે ગુરૂવારે સામાન્ય લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએના ઉમેદવારો જીત તરફ અગ્રેસર થતાં શુભેચ્છા આપતાં તેનો શ્રેય પીએમ નરેંદ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ આપ્યું. ઉદ્યોગોએ આશા વ્યક્ત કરી છે કે પોતાની બીજી ઇનિંગમાં એનડીએ સરકાર અર્થવ્યવસ્થામાં ફેરફાર માટે સાહસિક સુધારાને આગળ વધારાની પહેલ કરશે.

એનડીએ સત્તામાં પરત ફરતાં ખુશી વ્યક્ત કરી

વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ એસોચૈમ, સીઆઇઆઇ અને ફિક્કીના ઉપરાંત મુખ્ય ઉદ્યોગપતિઓ આનંદ મહિંદ્વા, આદિ ગોદરેજ, અનિલ અગ્રવાલ અને સુનીલ મિત્તલે મતગણતરીના ટ્રેંડને જોતાં ભાજપ અને તેના સહયોગી સત્તામાં પરત ફરતા ખુશી વ્યક્ત કરી. સાથે કહ્યું કે સાહસિક સુધારાને આગળ વધારવાનો સમય છે. ફેરફારનો સમય છે. ભારતના વૈશ્વિક મહાશક્તિ બનીને ઉભરવાના લક્ષ્યને મેળવવાનો સમય છે.

મોદી સૌથી શક્તિશાળી નેતા બનવા જઇ રહ્યા છે

મહિંદ્બા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્વાએ કહ્યું કે નરેંદ્ર મોદી અનપેક્ષિત જીત સાથે દુનિયામાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા સૌથી શક્તિશઍળી નેતા બનવા જઇ રહ્યા છે. તેમણે અખ્યું કે 'કોઇ નેતાની તાકાત (દેશના આકાર+વસ્તી) X (અર્થવ્યવસ્થાનો આકાર) X (જનાદેશ) બરાબર હોય છે. ફોર્મૂલાના અનુસાર નરેંદ્ર મોદી દુનિયાના સૌથી તાકાતવાર, લોકતાંત્રિક તરીકે ચૂંટાયેલા નેતા તરીકે ઉભરી આવ્યા છે.

સ્થાનિક કંપનીઓનો વિશ્વાસ વધશે અને વિદેશી રોકાણ વધશે

એસોચૈમ અધ્યક્ષ બી કે ગોયનકાએ કહ્યું 'કેંદ્વમાં જમબૂત અને સ્થિર સરકાર પાસેથી સ્થાનિક કંપનીઓનો વિશ્વાસ તો વધશે તેનાથી દેશમાં વિદેશી રોકાણ પણ વધશે. આપણે સારા દૌરમાં પહોંચી ચૂક્યા છે જ્યાં ખપત અને રોકાણ બંને  એક બીજાને ચલાવે છે. સીઆઇઆઇ મહાનિર્દેશક ચંદ્વજીત બેનર્જીએ ચૂંટણી પરિણામને વિકાસ માટે મળેલો જનાદેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામ સરકારઉદ્યોગો વચ્ચે મજબૂત અને રચનાત્મક ભાગીદારીને વધુ મજબૂતી સાથે આગળ વધારશે

ઉદ્યોગ મંડળ ફિક્કીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતની દિશામાં આગળ વધતાં શુભેચ્છા પાઠવતાં કહ્યું કે કેંદ્વમાં સરકારની નિરંતરતા અને સ્થિરતા પહેલાં જાહેર થયેલા સુધારાને મજબૂતી સાથે આગળ વધી શકાશે. ફિક્કી અધ્યક્ષ સંદીપ સોમાણીએ કહ્યું કે 'કેંદ્વમાં સરકરની સ્થિરતા અને નિરંતરતા સાથે જીએસટી, આઇબીસી અને રેરા જેવા સુધારાઓથી ગતિ બની છે અને તે મજબૂતીથી આગળ વધશે અને ભૂમિ તથા શ્રમ સુધારા જેવા બીજા સંવેદનશીલ ક્ષેત્રોમાં પણ તેણે આગળ વધારી શકાય.

વેદાંતા રિસોર્સેઝના ચેરમેન અનિલ અગ્રવાલે પણ કહ્યું કે સરકારે પોતાના આર્થિક સુધારાના એજન્ડાને આગળ વધારી શકશે. સરકાર હવે રોજગાર, વધુ ટેક્સ-ફ્રેંડલી કાયદા સાથે ઘરેલૂ ઉદ્યોગોને સુરક્ષા પુરી પાડતાં વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનું કામ કરશે. સરકાર ઓઇલ અને ગેસ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વધુથી વધુ એફડીઆઇને આકર્ષિત કરવાની દિશામાં કામ કરશે. ભારતી એટરપ્રાઇઝના સંસ્થાપક અને ચેરમેન સુનીલ ભારતી મિત્તલે કહ્યું કે ચૂંટનીમાં એનડીએને મળેલી જીત સ્પષ્ટપણે વડાપ્રધાન નરેંદ્ર મોદીના નિર્ણાયક અને દૂરદર્શી નેતૃત્વમાં દેશના વિશ્વાસને દર્શાવે છે.

(12:00 am IST)