Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ભારતીય અર્થતંત્ર GST સિસ્ટમ સાથે મજબૂત બન્યું: યોગ્ય દિશામાં સુધારાના કરાઈ રહ્યા છે:સીઆઈઆઈ

 

નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર GST સિસ્ટમ સાથે મજબૂત બન્યું છે તેમ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારનાં ચાર વર્ષ પૂરાં થવા પર ઔદ્યોગિક સંગઠન સીઆઈઆઈએ જણાવ્યું હતું સાથે યોગ્ય દિશામાં મજબૂત સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. હાલની સરકાર એના કાર્યકાળના છેલ્લા વર્ષમાં આવી છે, કારણ કે 2019માં સામાન્ય ચૂંટણીઓ થવાની છે.

  સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયેલા નિવેદનમાં CIIના ડિરેક્ટર ચંદ્રજિત બેનર્જીએ જણાવ્યું હતું કે છેલ્લાં 4 વર્ષમાં સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, બેન્કની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ, એફડીઆઇ નિયમો, મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામ અને અસફળ રહેલાં સાહસો જેવા અર્થતંત્રના નબળા પોઇન્ટ્સ પર સુધારા માટેનું કામ કર્યું છે.

  બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે વ્યાપારી માહોલ હવે રોકાણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે અને એનાથી કંપનીઓને પણ રાહત મળે છે. સરકારના મિશન મોડ ડેવલપમેન્ટ અભિયાનોએ નોંધપાત્ર પરિણામો આપ્યાં છે અને વૃદ્ધિમાં વધારો કરવા માટેનું પણ કામ કર્યું છે. એકંદરે અર્થતંત્રની સ્થિતિ ઘણી સારી છે, GST હવે સંપૂર્ણપણે અમલમાં આવી ગયો છે અને સુધારણા કાર્યક્રમ યોગ્ય માર્ગ પર છે.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ફર્મ અને સેક્ટરના સ્તરે નવો ઓર્ડર અને વપરાશ-ક્ષમતાને લઈ બહાર આવેલા આંકડાઓ આગામી વર્ષ માટે સારા કહી શકા

(11:52 pm IST)