Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

યુપીમાં સપા અને બસપાનું ગઠબંધન ભાજપ માટે પડકારરૂપ અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસને હરાવશું :અમિતભાઇ શાહ

મહારાષ્ટ્રમા ભાજપ ગઠબંધન તોડવા નથી માંગતી પણ શિવસેના અલગ થવા ઈચ્છે તો અમારી પાસે વિકલ્પ નથી

 

નવી દિલ્હી: કેન્દ્રની એનડીએ સરકારને પરાજિત કરવા ભાજપની વિરુદ્ધ વિપક્ષ એકજુથ થઇ રહ્યાં છે અને મહામોરચોઃ રચવા પ્રયાસો થઇ રહ્યાં છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે સ્વિકાર કર્યો કે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન 2019માં ભાજપ માટે પડકાર હશે જોકે એમણે  વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ કોંગ્રેસને અમેઠી અથવા રાયબરેલીમાં પરાજય આપશે

   મોદી સરકારે ચાર વર્ષ પુર્ણ કરવા પ્રસંગે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા તેમણે કહ્યું કે, જો બસપા અને સપા ગઠબંધન ચૂંટણીમાં ઉતરશે તો તે અમારા માટે પડકાર સાબિત થશે. જો કે અમને વિશ્વાસ છે કે અમે અમેઠી અથવા રાયબરેલીમાંથી કોઇ પણ એક સીટ જીતીશું

   અમીતભાઈ  શાહે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભાજપ પોતાનાં જુના સાથી શિવસેના સાથે મહારાષ્ટ્રમાં ગઠબંધન નથી તોડવા માંગતી પરંતુ  જો શિવસેના અલગ થવા ઇચ્છે છે તો ભાજપની પાસે કોઇ વિકલ્પ નહી હોય. તેમણે કહ્યું કે, 2019માં ભાજપ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે લડશે.અમે નથી ઇચ્છતા કે તે એનડીએનો સાથ છોડશે પરંતુ જો તે જવા ઇચ્છે તો તેમની ઇચ્છા છે. અમે દરેક સ્થિતી માટે તૈયાર છીએ.

   અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ એકત્ર થઇને પણ 2019માં ભાજપને નહી હરાવી શકે. તેમણે કહ્યું કે, 2014માં અમારી વિરુદ્ધ લડ્યા હતા.પરંતુ અમે તેમને રોકી નથી શક્યા. તેઓ સાથે પણ આવી જાય તો અમને હરાવી નહી શકીએ

   ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ભાજપ 2019માં તેનાં પર 80 સીટો પર જીતશે જ્યાં ગત્ત ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી નહી બદલવામાં આવે. રાજસ્થાન ભાજપ અધ્યક્ષનાં નામની જાહેરાત અંગે તેમણે કહ્યું કે તેની જાહેરાત 26 મેનાં રોજ કરવામાં આવશે

  ભારતીય જનતા પાર્ટી (ભાજપા)નાં અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે મોદી સરકારે સમાજનાં દરેક તબક્કા માટે કામ કર્યું છે અને કોઇ પણ ખેડૂત અથવા ઉદ્યોગપતિ વિરોધી હોવાનો આરોપ લગાવી શકે છે. શાહે કહ્યું કે, સરકાર ખેડૂતોની સાથે સાથે ઉદ્યોગપતિઓની સરકાર છે. તેણે વિવાદનો અંત આણ્યો કે કઇ રીતે એક સરકાર ખેડૂતો તથા ઉદ્યોગો બંન્નેનાં વિકાસ માટે કામ કરતી હતી

 

(11:45 pm IST)