News of Friday, 25th May 2018

પાકિસ્તાન સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરશે તો ચૂપ નહિ બેસીએ : શાંતિ માટે સરહદ પારના આતંકવાદનો ખાત્મો જરૂરી:આર્મી ચીફ

પહલગામઃ ભારતીય સૈન્યના વડા બિપીન રાવતે કહ્યું હતું કે  ભારત સરહદ પર શાંતિ ઇચ્છે છે, પરંતુ પાકિસ્તાને સતત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેનાથી જાનહાનિ થઈ છે. જ્યારે આવી કોઈ હરકત થાય છે ત્યારે જવાબ આપવો પડે છે. અમે ચૂપ બેસીશું નહિ. જો શસ્ત્રવિરામનું ઉલ્લંઘન થશે તો અમારા તરફથી પણ કાર્યવાહી કરવામાં આવશે.

   આર્મી ચીફે એમ પણ કહ્યું કેજમ્મુ કાશ્મીરમાં સૈન્યે આતંકવાદીઓ સામે સ્થગિત કરેલા અભિયાનનો સમય વધારવામાં આવી શકે છે, પરંતુ આતંકવાદીઓ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો તેની પર વિચાર કરવામાં આવશે. રાવતે એમ પણ કહ્યું છે કે, પાકિસ્તાન જો શાંતિ જાળવી રાખવા માગતું હોય તો તેણે રાજ્યમાં આતંકવાદીઓને મોકલવાનું બંધ કરવું જોઈએ.

    શ્રીનગરથી 95 કિલોમીટર દૂર પહલગામમાં એક કાર્યક્રમ દરમિયાન જનરલ રાવતે કહ્યું કે, ‘જો પાકિસ્તાન ખરેખર શાંતિ ઇચ્છતું હોય તો અમે ઇચ્છીએ છીએ કે તે સૌપ્રથમ તો પોતાના તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરી બંધ કરાવે. શસ્ત્રવિરામનું ઉલ્લંઘન મોટે ભાગે ઘૂષણખોરીને મદદ કરવા માટે કરવામાં આવે છે.’

   જનરલ રાવતે વધુમાં કહ્યું કે, ‘શાંતિ માટે સરહદ પારના આતંકવાદનો ખાતમો જરૂરી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદવિરોધી અભિયાન રોકવાની પહેલનો મકસદ લોકોને શાંતિનો લાભ આપવાનો છે. જો શાંતિનો માહોલ જળવાઈ રહેશે તો હું તમને ખાતરી અપાવું છું કે, અમે એનઆઈસીઓ (અભિયાનની શરૂઆત નહિ)ને યથાવત્ રાખવા વિશે વિચાર કરીશું, પરંતુ આતંકવાદીઓ સક્રિય થશે તો અમે શસ્ત્રવિરામ કે અભિયાન અટકાવી દઈશું અથવા તો એનઆઈસીઓ પર પુનર્વિચાર કરીશું.’

 

(11:29 pm IST)
  • રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં 24 વર્ષના યુવાન હાર્દિક હડિયા બ્રેઇનડેડ જાહેર :અંગદાનનો નિર્ણય બાદ રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ગ્રીન કોરિડોરની વ્યવસ્થા :એર એબ્યુલન્સથી પાંચ વ્યક્તિને નવજીવન મળશે :મૂળ લીલાખાનાં યુવકના આંખ,કિડની,હૃદય,સહિતના અંગોની દાન કરાયું access_time 12:59 am IST

  • ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા "વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ચુત્નેય કમિટીમાં મહત્વનું સ્થાન હતું ;ચૂંટણી ઢંઢેરા સમિતિ અને સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા access_time 1:18 am IST

  • અમદાવાદ : EDએ એબીસી કોટ્સપીન પ્રાઈવેટ લિમિટેડની રૂ. 14.5 કરોડ લાખની સંપત્તિ જપ્ત કરી : કંપની અને તેના ડિરેક્ટર આશિષ જોબનપુત્રાએ મળીને 804 કરોડ રૂપિયાની છેતરપિંડી અમદાવાદની બેન્ક ઓફ બરોડા અને ગોંડલની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે કરી હતી : અગાઉ આ મામલે સીબીઆઈએ કેસ કરેલો છે access_time 4:50 pm IST