Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મેક્કુનુ ઇફેક્ટ : મહારાષ્ટ્રમાં ભારે વરસાદની પૂર્ણ શક્યતા

માછીમારો, પ્રવાસીઓને દરિયામાં ન જવા સૂચના : યમનમાં ભારે નુકસાન પહોંચાડ્યા બાદ પ્રચંડ વાવાઝોડુ આજે ઓમાનમાં ત્રાટકશે : પશ્ચિમી કાંઠા પર અસર હશે

નવીદિલ્હી, તા. ૨૫ : વાવાઝોડુ મેક્કુનુ આવતીકાલે શનિવારના દિવસે ઓમાનમાં ત્રાટકે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના પશ્ચિમી દરિયાકાંઠા ઉપર પણ તેની અસર જોવા મળી શકે છે. મેક્કુનુ વાવાઝોડાના પરિણામ સ્વરુપે જોરદાર વરસાદી ઝાપટા પડવાની સંભાવના દેખાઈ રહી છે. આઈએમડીના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. યમનમાં ભારે નુકસાન પહોંચાડી દીધા બાદ મેક્કુનુ વાવાઝોડુ આવતીકાલે શનિવારના દિવસે ઓમાનમાં ત્રાટકશે. આઈએમડીનું કહેવું છે કે, યમનમાં વાવાઝોડાના પરિણામ સ્વરુપે ારે નુકસાન થઇ ચુક્યું છે. હવામાનની આગાહીને લઇને ગંભીર નોંધ લેવામાં આવી ચુકી છે. ગોવામાં પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરુપે આગામી ૭૨ કલાક સુધી દરિયામાં પ્રવેશ ન કરવા સ્થાનિક લોકો અને પ્રવાસીઓને કહેવામાં આવ્યું છે. માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે. અરેબિયન દરિયામાં ચોક્કસ તારીખ સુધી ન જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના લીધે આગામી થોડાક દિવસ દરમિયાન મહારાષ્ટ્રના પશ્ચિમી કાંઠા ઉપર ભારે વરસાદ થઇ શકે છે. મેક્કુનુ વાવાઝોડાની અસર ભારતીય દરિયાકાંઠા પર જોવા મળી શકે છે પરંતુ પશ્ચિમી દરિયાકાંઠા ઉપર તેની અસર વધારે જોવા મળશે જ્યાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ઓમાનમાં આવતીકાલે આ વાવાઝોડુ ત્રાટકનાર છે જેથી અહીં તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. યમનમાં હાલમાં જ વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ભારે નુકસાન થયું હતું. ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ૧૦થી વધુ ગામોમાં માઠી અસર થઇ હતી. બીજી બાજુ આજે આની અસર હેઠળ મરાઠવાડા અનેવિદર્ભમાં પારો ગગડી ગયો હતો.

(7:43 pm IST)