Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

દેશના ૧૦ સૌથી ખરાબ રેલવે સ્‍ટેશનોમાં ઉત્તર પ્રદેશના ૪ રેલવે સ્‍ટેશનઃ પ્રથમ નંબરે કાનપુર રેલવે સ્‍ટેશન

નવી દિલ્હીઃ ભારતીય રેલવે તંત્ર દ્વારા યાત્રિકો સાથેની વાતચીતના આધારે દેશના રેલવે સ્‍ટેશનોની હાલત કેવી છે ? તે અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દેશના સૌથી ખરાબ ૧૦ રેલવે સ્‍ટેશનોમાં ઉત્તરપ્રદેશના ચાર રેલવે સ્‍ટેશનોનો સમાવેશ થાય છે.

ટોચના 10ની યાદીમાં કાનપુર સેન્ટ્રલ દેશનું સૌથી ખરાબ સ્ટેશન છે, જ્યારે પીએમ નેરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર વરાણાસી ચોથા નંબર પર છે. લખનઉનું ચારબાગ આ લિસ્ટમાં 9મા નબર પર છે.

ભારતીય રેલવેએ 11 મી થી 17 મે વચ્ચે મુસાફરોની વાતચીતના આધાર પર સર્વે કર્યો. ત્યારબાદ આ સ્ટેશનોને રેટીંગ આપવામાં આવી. આ યાદી અનુસાર, ટોચના 10 સૌથી વધુ ખરાબ રેલવે સ્ટેશનમાં યુપીનું કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન દેશનું સૌથી વધારે ખરાબ રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત દેશમાંથી દસ સૌથી ખરાબ રેલવે સ્ટેશનોમાં મુંબઈના ત્રણ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. તેમાં મુંબઈના કલ્યાણ ત્રીજુ, લોકમાન્ય ટિલક ટર્મિનલ પાંચમું અને થાણે આઠમું સૌથી ખરાબ સ્ટેશન છે.

સર્વે અનુસાર, કાનપુરમાં સૌથી વધુ 61.06 ટકા લોકોએ ખરાબ હોવાનું જણાવ્યુ. ત્યારબાદ પટના જંક્શનનો નંબર હતો, જે 60.16 ટકા લોકો અત્યંત ખરાબ હોવાનું જણાવ્યુ. યાદીમાં 56 ટકા મત સાથે વરાણસી ચોથા નંબર પર અને આ ઉપરાંત અલ્હાબાદ છઠ્ઠા, જૂની દિલ્હી સાતમાં, લખનઉ નવમાં અને ચંડીગઢ 10માં નંબર પર ખરાબ હોવાનું સામે આવ્યુ છે.

રેલવે અધિકારીઓના મતે આ સર્વે પાછળનો હેતુ લોકોની તકલીફને જોતા સ્ટેશન પરિસરને સૌથી સાફ બનાવવાનો છે. હાલ લોકો પાસેથી નિવેદન લઇને તેને સાફ-સુથરુ બનાવવાનો પ્રયાસ તેજ બનાવવામાં આવશે.

(5:22 pm IST)