Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

હિન્દુઓને લઘુમતિનો દરરજો આપવા લઘુમતી આયોગની તૈયારી?

લક્ષદીપ, જમ્મુ-કાશ્મીર, મિઝોરમ, નાગાલેન્ડ, સહીત કુલ ૮ રાજયોના : ૧૪ જુનની બેઠકમાં જાહેરાતની સંભાવના

નવી દિલ્હી,તા.૨૫: દેશના આઠ રાજયોમાં હિન્દુઓને લઘુમતીનો દરરજો આપવાની લઘુમતિ આયોગની તૈયારી હોવાનું જણવા મળી રહયું છે. માહિતી મુજબ ૧૪ જુને યોજાનાર રાષ્ટ્રીય લઘુમતી આયોગની બેઠકમાં આ બાબતે નિર્ણય લેવાની પણ શકયતા છે. ભાજપના નેતા અશ્વીની ઉપાધ્યાયે સુપ્રીમમાં અરજી કરી આઠ રાજયોમાં હિન્દુઓને લઘુમતીનો દરરજો આપવાની માંગણી કરી હતી. જેમાં લક્ષદીપ, જમ્મુ- કાશ્મીર, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, મણીપુર અને પંજાબનો સમાવેશ થાય છે.

અરજદાર અશ્વીની ઉપાધ્યાયે જણાવેલ કે આ આઠ રાજયોમાં હિન્દુઓ લઘુમતિમાં છે. તેથી હિન્દુઓને લઘુમતીના મળતા અધીકારો મળવા જોઈએ. ૨૦૧૧ની જનગણના મુજબ લક્ષદીપમાં ૨.૫, મિઝોરમમાં ૨.૭૫, નાગાલેન્ડમાં ૮.૭૫, મેઘાલયમાં ૧૧.૫૩, જમ્મુ- કાશ્મીરમાં ૨૮.૪૪, અરૂણાચલ પ્રદેશમાં ૨૯, મણીપુરમાં ૩૧.૩૯ અને પંજાબમાં ૩૮.૪૦ ટકા હિન્દુઓ હતા.

(4:25 pm IST)